Gajendra Singh Shekhawat : ક્યારેક વિદેશમાં ખેતી કરતા અને હવે એનડીએ સરકારમાં કેન્દ્રિય મંત્રી બન્યા
નરેન્દ્ર મોદી સરકારમાં ઘણા નેતાઓએ કેન્દ્રિયમંત્રી પદના શપથ લીધા છે. આ લિસ્ટમાં એક નામ રાજસ્થાનના જોધપુરથી સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતનું પણ છે.
ગજેન્દ્ર સિંહ શેખાવત એક સમયે વિદેશમાં ખેતી કરતા હતા. ત્યાં ન ગમ્યું અને ભારત પાછા ફર્યા અને ભાજપમાં જોડાયા. પછી સતત ત્રણ વખત જીત્યા અને હવે કેન્દ્રીય મંત્રી બન્યા.

રાજસ્થાનના ભાજપના દિગ્ગજ નેતા રાજપૂત સમુદાયના છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કરણ સિંહ ઉચિરાડાને હરાવીને જીતની હેટ્રિક ફટકારી છે.
વર્ષ 2019માં ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરમાં પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને અને વર્ષ 2014માં ચંદ્રેશ કુમારી કટોચને હરાવીને સાંસદ બન્યા હતા.
પહેલીવાર જીતીને ગજેન્દ્ર સિંહ શેખાવત મોદી સરકારમાં કૃષિ રાજ્યમંત્રી બન્યા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગજેન્દ્ર સિંહ શેખાવતને જલ શક્તિ મંત્રાલય મળ્યું. હવે તેઓ ત્રીજી વખત મંત્રી બનવા જઈ રહ્યા છે.
ગજેન્દ્ર સિંહ શેખાવતની રાજકીય સફર
ઈથોપિયાથી પરત ફરેલા જોધપુરના પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે વન ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 1992માં તેઓ એબીવીપીના ઉમેદવાર તરીકે વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીત્યા હતા અને 1994માં તેઓ આફ્રિકન દેશ ઈથોપિયા ગયા.
અહીં તેમણે ખેતી શરૂ કરી. ગજેન્દ્ર સિંહ શેખાવત 20 વર્ષ સુધી ઈથોપિયામાં રહ્યા પરંતુ તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણ સાથે જોડાયેલા હતા, જે ઈથોપિયા ગયા પછી પણ ખતમ ન થયું.
આ કારણથી શેખાવત 2014માં જોધપુર પરત ફર્યા હતા અને પરત આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તે જ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જીત સાથે પહેલીવાર સંસદ પહોંચ્યા. 2019 પછી હવે 2024માં પણ જીત્યા છે.
ગજેન્દ્ર સિંહ શેખાવતનો પરિવાર
ગજેન્દ્ર સિંહ શેખાવત મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના મેહરોલી ગામના રહેવાસી છે. હાલમાં ગજેન્દ્ર સિંહ શેખાવતનો પરિવાર 34-A, અજીત કોલોની, જોધપુરમાં રહે છે.
ગજેન્દ્ર સિંહ શેખાવતનો જન્મ 3 ઓક્ટોબર 1967ના રોજ મેહરોલી ગામના રહેવાસી શંકર સિંહ શેખાવત અને મોહન કંવરને ત્યાં થયો હતો.
ગજેન્દ્ર સિંહ શેખાવતની પત્નીનું નામ નૌનંદ કંવર છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. શેખાવતના પિતા શંકરસિંહ શેખાવત PHEDમાં વરિષ્ઠ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનની જોધપુરની જયનારાયણ યુનિવર્સિટીમાંથી એમએ (ફિલોસોફી) અને એમ ફિલ (ફિલોસોફી)ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
