G20 Summit: કડકડાટ હિંદી બોલે છે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા, ભારત સાથે છે જૂનુ કનેક્શન
G20 Summit: વિદેશીઓને હિન્દી બોલવાના શોખ વિશે તો સહુ કોઈ જાણે છે. તેઓ ભારતમાં આવીને હિન્દી પણ શીખતા હોય છે. હાલમાં જ G-20ને લઈને વિદેશી મહેમાનોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચામાં અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા માર્ગારેટ મેકક્લાઉડનું પણ નામ છે, જે ઘણી વખત પોતાની હિન્દીને લઈને ચર્ચામાં રહે છે.
તાજેતરમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ દેશની રાજધાની દિલ્હીમાં G20 કૉન્ફરન્સ વિશે ઘણું કહ્યું. તેમણે આ બધું હિન્દીમાં કહ્યું. આ સ્થિતિમાં, માર્ગારેટ ફરી એકવાર તેમના કડકડીટ હિન્દી માટે ચર્ચામાં આવ્યા છે.

ઘણી વાર માર્ગારેટને કડકડાટ હિન્દી બોલતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમનુ હિન્દી ખરેખર ખૂબ સારુ છે. દિલ્હીમાં આયોજિત બે દિવસીય G20 કૉન્ફરન્સ માટે માર્ગારેટ પણ ભારત આવી રહ્યા છે. ભારત આવતા પહેલા જ તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે જો બાઈડન ભારત પહોંચશે અને નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વાર્તા 7 લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાશે. અગાઉ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેક ક્લાઉડે જણાવ્યું હતું કે કૉન્ફરન્સમાં કોણ ભાગ લેશે તે એ દેશને નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે અમે G20 સમિટમાં રશિયાના પ્રતિનિધિઓ સાથે પણ કામ કરવાનો પ્રયાસ કરીશું.
હિન્દી બોલવા અંગે માર્ગારેટે જણાવ્યું કે તે દિલ્હીના મુખર્જી નગરમાં રહી ચૂક્યા છે, જ્યાં તેમણે આટલું સુંદર હિન્દી બોલવાનું શીખ્યું. તેમણે કહ્યું કે મેં હિન્દી બોલવા માટે ઘણી મહેનત કરી છે. હું હિન્દીમાં ચેટ કરતી રહું છું. આ પછી વિદેશ મંત્રાલયમાં આવ્યા બાદ તેમણે થોડો સમય દિલ્હીમાં પણ સેવા આપી છે. ભારત અને અમેરિકાના સંબંધો અંગે તેમણે કહ્યું કે અમેરિકા ભારત જેવી વિકસતી અર્થવ્યવસ્થા સાથે કામ કરવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
