G20 Summit: જી20 સમિટમાં લેવાયા 5 મહત્વના નિર્ણયો, વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યા
S. Jaishankar On G20 Outcomes: ભારતમાં નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. G-20 સમિટ પૂર્ણ થયા બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે G-20 સમિટમાં લેવામાં આવેલા પાંચ મહત્વના નિર્ણયો શું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમે નવા વિચારોને આગળ લાવવા અને મતભેદોને દૂર કરવા માટે કામ કર્યું છે. અમે G-20 સમિટનું સમગ્ર ધ્યાન ગ્લોબલ સાઉથ પર રાખ્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે 10 સપ્ટેમ્બરે X (ટ્વીટરનું બદલાયેલુ નામ) પર લખ્યું, "G20 સમિટ અને તેની દ્વિપક્ષીય બેઠકો આજે નવી દિલ્હીમાં પૂરી થઈ. નવી દિલ્હી ઘોષણા દર્શાવે છે કે અમારી અધ્યક્ષતા વિચારોને આગળ ધપાવવા, વૈશ્વિક મુદ્દાઓને આકાર આપવા, વિભાજનને પુલ કરવા અને સર્વસંમતિ બનાવવા માટે સક્ષમ હતી. અમે વૈશ્વિક દક્ષિણ પર ફોકસ જાળવી રાખ્યું છે.
એસ. જયશંકરે આગળ લખ્યું, ''અમે આ સમયગાળા દરમિયાન સમકાલીન સિદ્ધિઓને હાઇલાઇટ કરીને આપણી સંસ્કૃતિના વારસાને પણ પ્રદર્શિત કર્યા છે. આપણે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) જેવી ઐતિહાસિક પહેલ પણ શરૂ કરી છે."
આ પોસ્ટમાં એસ જયશંકરે G-20 સમિટમાંથી બહાર આવેલા પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો વિશે પણ જણાવ્યું છે. એસ જયશંકર દ્વારા ઉલ્લેખિત પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો છે...
1. ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ
2. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર એક્શન પ્લાન
3. ભ્રષ્ટાચાર વિરોધી ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતો
4. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમર્થન)
5. બહુપક્ષીય વિકાસ બેંકોના સુધારા
તેમની પોસ્ટના અંતે એસ. જયશંકરે લખ્યું, "આફ્રિકન યુનિયનનું G20 સભ્યપદ એક મોટી ઉપલબ્ધિ હતી. પીએમ નરેન્દ્ર મોદીના વિઝને સમિટને આગામી વર્ષોમાં વૃદ્ધિ અને વિકાસ માટે સ્પષ્ટ દિશા આપી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં આયોજિત G-20 સમિટમાં નવી દિલ્હી ઘોષણા પર તમામ દેશોને સહમત કરવા બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી રહી છે. આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
The G20 Summit and its bilateral meetings concluded today in New Delhi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 10, 2023
The New Delhi Declaration shows that our Presidency was able to table ideas, shape global issues, bridge divides and forge consensus. We kept the focus on Global South.
We showcased our civilizational… pic.twitter.com/oDkCarynky
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
