Video: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ, આજે પ્રસારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી ન્યૂઝ ચેનલોને પોતાનો ઈન્ટરવ્યુ આપી ચૂક્યા છે. પરંતુ હવે જે ઈન્ટરવ્યુ સામે આવવાનો છે તેને કોઈ ન્યૂઝ ચેનલ નહિ પરંતુ બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે લીધો છે.
લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી ન્યૂઝ ચેનલોને પોતાનો ઈન્ટરવ્યુ આપી ચૂક્યા છે. પરંતુ હવે જે ઈન્ટરવ્યુ સામે આવવાનો છે તેને કોઈ ન્યૂઝ ચેનલ નહિ પરંતુ બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે લીધો છે. આ ઈન્ટરવ્યુમા અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય જીવન ઉપરાંત તેમના વ્યક્તિગત જીવન વિશે સવાલ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ઈન્ટરવ્યુ 24 એપ્રિલના રોજ સવારે 9 વાગે પ્રસારિત કરવામાં આવ્યો.

અક્ષય કુમારે ટ્વીટ કરીને આપી માહિતી
વાસ્તવમાં આ ઈન્ટરવ્યુ વિશે અભિનેતા અક્ષય કુમારે પોતાના ટ્વીટરથી એક ફોટો શેર કર્યો છે. અક્ષય કુમારે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે એક એવા વ્યક્તિત્વ સાથે રૂબરુ થયો અને કંઈક એવુ કર્યુ જે મે ક્યારેય નથી કર્યુ. અમે બંને ઉત્સાહિત હતા અને નર્વસ પણ. જો કે અક્ષય કુમારના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર એ વાતની ચર્ચા થવા લાગી કે સની દેઓલ બાદ હવે અક્ષય કુમાર પણ ભાજપમાં શામેલ થવા જઈ રહ્યા છે.
|
વીડિયોમાં પીએમ મોદી સાથે વાત કરતા જોવા મળ્યા અક્ષય
જેવો અક્ષય કુમારનું આગામી ટ્વીટ સામે આવ્યુ કે વસ્તુ સમજમાં આવી ગઈ કારણકે અક્ષય કુમારે આ વખતે એક વીડિયો ક્લીપ શેર કરી જેમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ જવાબ કરતા જોવા મળ્યા. આ ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે પીએમ મોદી 3-4 કલાક સૂવા વિશે પણ સવાલ કર્યો છે જેનો પ્રધાનમંત્રીએ જવાબ પણ આપ્યો છે અને જણાવ્યુ છે કે આટલુ ઓછુ સૂવા છતાં પણ તે કઈ રીતે પોતાને ફિટ રાખે છે.
|
બુધવારે સવારે પ્રસારણ
વીડિયોના એક ભાગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અક્ષય કુમારને જણાવે છે કે જે સવાલ તમે મને કર્યો એ જ સવાલ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કર્યો હતો. પીએમે કહ્યુ કે જ્યારે અમે પહેલી વાર મળ્યા તે તેમણે મને એ જ સવાલ કર્યો કે તમે કેમ આવુ કરો છો. અને હવે જ્યારે પણ તેમની સાથે મુલાકાત થાય છે ત્યારે તે પૂછે છે કે શું તમે સૂવાના કલાકોમાં વધારો કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
