કઈ ધાતુમાંથી બની રહી છે ભગવાન રામની મુર્તિ? જાણો કેવી રીતે તૈયાર કરાઈ રહી છે?

અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે અને 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામની મુર્તિ તૈયાર કરવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, રામ મંદિરમાં 5 ફૂટની ત્રણ મૂર્તિઓ સ્થાપિત કરાશે. આમાંથી એક ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવશે. કુલ ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે.

Ram Temple

ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ જયપુરના પાંડે મૂર્તિ ભંડારના કલાકાર દ્વારા બનાવવામાં આવી છે અને અન્ય બે મૂર્તિઓ કર્ણાટકના કલાકારો દ્વારા બનાવવામાં આવી રહી છે.

શિલ્પકાર અરુણ યોગીરાજની પત્નીએ હાલમાં જ મુર્તિઓને લઈને કેટલાક સંકેત આપ્યા છે. રામલલાની મૂર્તિ બનાવવા માટે અરુણ યોગીરાજ કયા પથ્થર કે ધાતુનો ઉપયોગ કરે છે? શું અરુણે આ પહેલા કોઈ મંદિર માટે મૂર્તિઓ બનાવી છે? તેના પર અરુણ જીની પત્નીએ ખુલાસા કર્યા.

અરુણ યોગીરાજે અત્યાર સુધીમાં બે હજારથી વધુ શિલ્પો બનાવ્યા છે. તેઓ છેલ્લા 6 મહિનાથી અન્ય કોઈ કામ નથી કરી રહ્યા. છેલ્લા 6 મહિનાથી માત્ર અયોધ્યાનું જ કામ કરી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અરુણ કઈ ધાતુની મૂર્તિ બનાવે છે? તો પત્ની વિજેતા જવાબ આપે છે કે અરુણ પથ્થર, કાંસા અને આરસની મૂર્તિઓ પણ બનાવે છે.
અરુણ કોઈપણ વસ્તુનું શિલ્પ સરળતાથી બનાવી શકે છે. અરુણ પાસે મદદગારો પણ છે પરંતુ તે અરુણ છે જે શરૂઆતથી અંત સુધી કામ કરે છે.
મૂર્તિઓ તરાશવાનું કામ અરુણ યોગીરાજનો પરિવાર પાંચ પેઢીઓથી મૂર્તિ કોતરણીનું કામ કરે છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજાના સરક્ષણમાં હતા.

શિક્ષણની વાત કરીએ તો અરુણે MBA કર્યું છે. પહેલા તે એક ખાનગી સંસ્થામાં કામ કરતા હતા પરંતુ 2008માં તેણે નોકરી છોડી દીધી અને પોતાનું પૈતૃક કામ એટલે કે મૂર્તિઓ કોતરવાનું શરૂ કર્યું.

જણાવી દઈએ કે, ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આ પ્રતિમાનું અનાવરણ ખુદ પીએમ મોદીએ 8 સપ્ટેમ્બર 2022ના રોજ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X