માત્ર 4 જ કલાક સુતા પીએમ મોદીમાં ક્યાંથી આવે છે આટલી ઉર્જા?
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ છે, તેઓ ૬૬ વર્ષનાં થયા છે પરંતુ તેમના અંદાઝ જોઇને તેમની ઉમરનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેઓ કોઇ યુવાનની જેમ હમેશા એક્ટીવ રહે છે. ત્યારે તેમની સ્ફૂર્તિનું કારણ શું છે તે જાણવામાં સૌ કોઇને રસ છે. ત્યારે મોદીની દિનચર્યા શું છે. અને તે દિવસભર શું કરે છે જેના કારણે તે આટલા સ્ફૂર્તિવાન રહે છે તે વિષે જાણો અહીં.

શું છે મોદીની દિનચર્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની રીતનો અંદાજ, વેંકૈયા નાયડુનાં એ નિવેદન પરથી આવી જાય છે જેમાં તેમણે કહ્યું છે કે મોદી ન તો પોતે સુવે છે અને ન કોઈ મંત્રીને સુવા દે છે. 4 વાગ્યે તેઓ ઉઠે છે અને અડધી રાત્રે સુવે છે પીએમ મોદી.

દિનચર્યા
પીએમ મોદી તેમના દિવસની શરૂઆત કરે છે યોગ, સૂર્ય નમસ્કાર અને મેડીટેશનથી.મોદી સવારનાં 4 વાગ્યે ઉઠી જાય છે અને યોગા કરીને તાજગી મેળવે છે જે આપણે સમગ્ર દિવસ દરમિયાન એમના ચેહરા પર જોઈ શકયે છીએ. ત્યારબાદ તેઓ આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે અને નાસ્તામાં બોઈલ્ડ અથવા શેકેલો નાસ્તો જ પસંદ કરે છે. તેમને ફરવું પણ ગમે છે, કામમાં વ્યસ્ત હોવા છતાં થોડું વોકિંગ તો તેઓ જરૂર કરે છે. દેશમાં હોય ત્યારે તેઓ બહુ વધુ વાંચન નથી કરી શકતા પરંતુ ફ્લાઈટમાં તેઓ વાંચનને વધુ મહત્વ આપે છે.

રાતનું શિડ્યૂલ
રાત્રે જમતી વખતે તેમને ટીવી જોવું ખુબ જ ગમે છે તેમજ બપોરનું જમવાનું તેમના શીડ્યુલ પ્રમાણે નક્કી થાય છે. આમ તો તેઓ એક સારા શ્રોતા છે પણ ખબરદાર! જો કોઈ વાતને તોડી મરોડીને રજુ કરે તો તેમને અટકાવી પણ દે છે. બેશક, તેમને સારા કપડા અને બ્રાન્ડેડ પેનનો ખુબ જ શોખ છે. અમને જે જાણકારી છે તે પ્રમાણે તેઓ ખુબ અધ્યાત્મિક છે. અને હા,જાનવરો સાથે તેમને વિશેષ લાગણી છે. ત્યારે સાવ સાધારણ દિનચર્યા અને ખાણીપીણી અપનાવતા આપણા 'નરેન્દ્રભાઈ' કેટલા અસાધારણ છે તે બધા જાણે જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
