પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યું
પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહનું નિધન થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જસવંત સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરતા લખ્યું કે વરિષ્ઠ ભાજપના નેતા જસવંત સિંહના નિધનથી દુખ અને પીડામાં છું. તેમણે લખ્યું કે તેમણે દેશની સાચા મનથી સેવા કરી. રક્ષામંત્રી તરીકે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા લખ્યું કે જસવંત સિંહને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી. આ દુખના અવસરમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના છે. તેમણે લખ્યું કે પહેલાં એક સૈનિકના રૂપમાં અને બાદમાં રાજનીતિમાં આવી તેમણે દેશની સેવા કરી છે. અટલ જીની સરકાર દરમ્યાન તેમણે મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી અને નાણામંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મામલાની જવાબદારી સંભાળતાં દુનિયામાં એક મજબૂત છાપ છોડી. તેમના નિધનથી પીડામાં છું.
કોણ છે જસવંત સિંહ
ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહનો જન્મ 3 જાન્યુઆરી 1938ના રોજ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં થયો હતો. તેમણે 1957થી લઈ 1966 સુધી ભારતીય સેવા આપી. સેનામાં રહી દેશની સેવા કર્યા બાદ તેમણે રાજનીતિનો રૂખ અપનાવ્યો અને સક્રિય રાજનીતિમાં આવી અલગ અલગ મંત્રિપદ સંભાળ્યાં. જો કે રાજનીતિની શરૂઆતમાં તેમને વધુ સફળતા ના મળી, પરંતુ પછી તેઓ જનસંઘ દ્વારા ઘણા સક્રિય થઈ ગયા. અટલ જીની સકારમાં તેમણે રક્ષામંત્રી, નાણામંત્રી અને વિદેશ મંત્રાલયના પદભાર સંભાળ્યો અને મોટા મોટા ફેસલા લઈ દેશહિતમાં કામ કર્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
