આજે ભાજપમાં જોડાઇ શકે છે રામકૃપાલ યાદવ
પટણા, 11 માર્ચ: આરજેડીથી સબંધ તોડનાર સાંસદ રામકૃપાલ યાદવ મંગળવારે ભાજપમાં જોડાઇ શકે છે. તેમણે થોડા દિવસો પહેલાં પાર્ટી હાઇકમાન્ડથી નારાજ થઇને પાર્ટી છોડી દિધી હતી. તેમના ભાજપમાં જોડાવવાની ચર્ચા આમ તો ઘણા દિવસોથી થઇ રહી હતી પરંતુ આજે આના મોહર લાગી શકે છે. આ પહેલાં લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાસના પુત્રએ તેમને એનડીએનો ભાગ બનવાનું આમંત્રણ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ દ્વારા બિહારમાં લોકસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી યાદીને લઇને રામકૃપાલ યાદવની પાર્ટી સાથે બગાવત સામે આવી છે. યાદીમાં લાલૂ યાદવે પાટલિપુત્ર સીટ પરથી પોતાની પુત્રી મીસા ભારતીને ઉમેદવાર બનાવી હતી. આ વાતને લઇને નારાજ રામકૃપાલ યાદવે પાર્ટી અધ્યક્ષ પર કેટલાક આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ આરજેડીની લડાઇ ખુલીને સામે આવી હતી.

ત્યારબાદ નારાજ રામકૃપાલને મનાવવા માટે મીસાએ પણ પહેલ કરી હતી પરંતુ વાત બની ન હતી. એટલું જ નહી રામકૃપાલે આ આખી ઘટનાને એક રાજકીય નાટક કહી દિધું હતું. રામકૃપાલ યાદવથી નારાજ લાલૂ પ્રસાદ યાદવે પણ સ્પષ્ટ કરી દિધું હતું કે રેસ વચ્ચે ક્યારે ઘોડો બદલી ના શકાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
