પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચન્ની પર લગાવ્યો આરોપ, કહ્યું- ગેરકાયદે ખનનમાં સીએમ ચન્નીનો પણ ભાગ
પંજાબની ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સત્તારૂઢ કોંગ્રેસ પર પ્રહાર કરનાર બન્યા છે. અમરિંદરે પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. અમરિંદરે કહ્યુ
પંજાબની ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સત્તારૂઢ કોંગ્રેસ પર પ્રહાર કરનાર બન્યા છે. અમરિંદરે પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. અમરિંદરે કહ્યું છે કે, "સોનિયા ગાંધીએ મને પૂછ્યું કે ગેરકાયદેસર રેતી ખનનમાં કોણ સામેલ છે? તો મેં તેમને કહ્યું કે નીચેથી ઉપર સુધી દરેક તેમાં સામેલ છે. ભૂલ એ હતી કે મેં મારા કાર્યકાળ દરમિયાન તેમના પર કાર્યવાહી કરી ન હતી. એટલા માટે નહીં કે, ચન્નીએ તેનો પણ એક ભાગ છે."

અમરિંદરે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન પણ ગેરકાયદે રેતી ખનન સામે આવ્યું હતું. વાસ્તવમાં, હું મારા પ્લેનમાં સતલજ નદી પર જઈ રહ્યો હતો, પછી જોયું કે નીચે ખાણકામ ચાલી રહ્યું હતું. પછી મેં તપાસ કરાવી. ત્યાર બાદ રેતીનો મુદ્દો.મને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પૂછ્યું હતું. તેમણે મને પૂછ્યું હતું કે,આને રોકવા માટે તમે શું કરવા જઈ રહ્યા છો?પછી મેં તેમને પૂછ્યું કે તમે મને કહો કે શું પગલાં લેવા જોઈએ, કારણ કે જો તે શરૂ થશે તો તે નીચેથી ઉપર આગળ વધશે."
વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અંગે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, "હવે તેમને સવાલો પૂછવા જોઈએ. કારણ કે, ચન્ની પણ રેતી ખનન સાથે સંકળાયેલા છે. ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ આમાં છે. અમરિંદરે કહ્યું કે, હું માનું છું કે પંજાબમાં માફિયાઓનું વર્ચસ્વ છે અને તેમાં મંત્રીઓનો હિસ્સો પણ સામેલ છે. તમારે (પત્રકાર) ચરણજીત સિંહ ચન્નીને પ્રશ્નો પૂછવા જોઈએ."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
