મનમોહન સિંહે ચિઠ્ઠી લખીને રાષ્ટ્રપતિને કરી પ્રધાનમંત્રી મોદીની ફરિયાદ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેમણે પીએમ મોદીની 'ધમકીભરી ભાષા' પર સવાલો ઉભા કર્યા છે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં મનમોહન સિંહે કહ્યુ કે પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી કે પછી બીજી પાર્ટીઓના નેતાઓ અંગે ધમકીભરી અને ડરામણી ભાષાનો ઉપયોગ કરે છે. આવી ભાષાનો ઉપયોગ એક પ્રધાનમંત્રી માટે ઠીક નથી.

પૂર્વ પીએમ મનમોહન સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મનમોહન સિંહે પોતાના પત્રમાં પીએમ મોદીના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસને 'લેવાના દેવા પડી જશે.' ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મે ના રોજ હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે, "કોંગ્રેસના નેતા કાન ખોલીને સાંભળી લો, જો સીમાઓ પાર કરી તો, આ મોદી છે, લેવાના દેવા પડી જશે." મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં પીએમ મોદીના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો છે.
મનમોહન સિંહે પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ કે દેશના પ્રધાનમંત્રીને કોઈની સામે આવી ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ. મનમોહન સિંહના આ પત્રમાં તેમની સાથે સાથે ઘણા મોટા કોંગ્રેસી નેતાઓના હસ્તાક્ષર છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે બધા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા મનમોહન સિંહે રાષ્ટ્રપતિને પત્ર લખીને પીએમ મોદીની ભાષા પર સવાલો ઉભા કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
