ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહ
ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકો
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાએ ભારતીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. જ્યાં એક બાજુ ઉર્જિત પટેલ રાજીનામા પાછળ અંગત કારણનો હવાલો આપી રહ્યા છે તો બીજી બાજુ વિપક્ષ સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નરના રાજીનામાં પર બોલતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે ઉર્જિત પટેલનું અચાનક રાજીનામું આપવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશની અર્થવ્યવસ્થા માટે એક ગંભીર ફટકો છે. મનમોહન સિંહે સોમવારે ભાજપ સરકાર પર દેશને ખોટા રસ્તે લઈ જવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમની ગતિવિધિઓને પગલે રાષ્ટ્રની સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે.

ઉર્જિત પટેલનાં રાજીનામાં પર બોલતાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું- હું ડૉ. પટેલને સન્માનિત અર્થશાસ્ત્રી અને ભારતના નાણાકીય સંસ્થાઓ અને આર્થિક નીતિઓ અંગે ઉંડાણથી દેખરેખ કરનાર વ્યક્તિના રૂપમાં જાણું છું. એમનું અચાનક રાજીનામું આફવું દુર્ભાગ્યપૂર્ણ અને દેશની અર્થવ્યવસ્થા માટે એક ગંભીર ઝટકો છે.
આ પણ વાંચો- સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે દેશની સ્વતંત્રતાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે કહ્યું કે અલ્પકાલિન રાજનૈતિક લાભ ઉઠાવવા માટે સંસ્થાઓને નીચી દેખાડવી અણસમજ બરાબર જ છે. તેમણે આરોપ લગાવ્યો કે પાછલા સાડા ચાર વર્ષથી ભાજપે એવી વાતોને બળ આપ્યું છે જે ભારતીય ઈતિહાસને પ્રતિકૂળ ઢંગથી પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું, આનાથી ફરી એકવાર દેશની આઝાદી ખતરામાં પડી શકે છે. અહીં એક કાર્યક્રમમાં સિંહે કેન્દ્ર સરકાર પર હુમલો બોલતાં કહ્યું કે હું લોકોને અપીલ કરવા માગું છું કે તેઓ સમજે કે હાલની સરકાર કેવી રીતે રાષ્ટ્રને ખોટા રસ્તે લઈ જઈ રહી છે. આની સામે મજબૂતાઈથી લડવાની જરૂરત છે.
આ પણ વાંચો- પૂર્વ નાણાં સચિવ શક્તિકાંત દાસ નવા આરબીઆઇ ગવર્નર બની શકે છે: સૂત્ર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
