પુર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્રની લોકસભા સદસ્યતા રદ્દ કરાઈ, જાણો કેમ?
પુર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને કર્ણાટક હાઈકોર્ટ મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ કોર્ટે પ્રજ્વલ રેવન્નાની લોકસભા સદસ્યતા રદ્દ કરી છે.
કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે પોતાના આદેશમાં સાંસદ પ્રજ્વલ રેવન્નાને ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ અયોગ્ય ઠેરવ્યા છે. હાસનમાંથી હારી ગયેલા બીજેપીના ઉમેદવાર અરકાલાગુડુ મંજુએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સદસ્યતા રદ્દ કરવાની માંગણી કરી હતી.

2019 માં હાસન લોકસભા મતવિસ્તારમાંથી JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે હાઇકોર્ટમાં દાખલ આ અરજીમાં આપવામાં આવેલી સંપત્તિની ઘોષણા વિગતો અને એફિડેવિટમાં ખોટી માહિતી આપવાની વાત કરાઈ હતી.
તમને જણાવી દઈએ કે, પ્રજ્વલ રેવન્ના જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર અને 2019ની ચૂંટણીમાં લોકસભામાં ચૂંટાયેલા જેડીએસના એકમાત્ર સાંસદ છે. જેની સદસ્યતા હવે રદ્દ કરાશે.
હાસન લોકસભા મતવિસ્તારમાંથી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર પ્રજ્વલ રેવન્ના પહેલી વખત ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. બીજેપીના ઉમેદવારે અરજીમાં કહ્યું હતું કે, પ્રજ્વલ રેવન્નાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
અરજદારના તરફથી હાજર શિવાનંદે જણાવ્યુ કે, તેમને ભ્રષ્ટાચારના આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટ ફાઇલ કરતી વખતે પ્રજ્વલ રેવન્નાએ પોતાની 24 કરોડ રૂપિયાથી વધુની આવક છુપાવી હતી.
તેમણે માહિતી આપતા જણાવ્યુ કે, રેવન્નાને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવાયા છે. જો કે આ પછી પ્રજ્વલ રેવન્ના સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
