કાંબલી અને તેની પત્ની પર મારપીટનો આરોપ, એફઆઈઆર ફાઈલ
ફરીથી એકવાર દેશના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ખોટી વાતોને લઈને ચર્ચામાં છે. આ વખતે તેમની અને તેમની પત્ની એન્ડ્રિયા હેવિત પર એક 58 વર્ષના વ્યક્તિને ખુલ્લેઆમ મોલમાં ખરાબ રીતે મારવાનો આરોપ લાગ્યો છે.
ફરીથી એકવાર દેશના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ખોટી વાતોને લઈને ચર્ચામાં છે. આ વખતે તેમની અને તેમની પત્ની એન્ડ્રિયા હેવિત પર એક 58 વર્ષના વ્યક્તિને ખુલ્લેઆમ મોલમાં ખરાબ રીતે મારવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ મિસ્ટર એન્ડ મિસીઝ કાંબલી સામે પોલિસમાં એફઆઈઆર પણ ફાઈલ કરાઈ છે. આ ફરિયાદ 58 વર્ષના પીડિત રાજેન્દ્ર કુમાર તિવારીએ દાખલ કરાવી છે જે બોલિવુડ સિંગર અંકિત તિવારીના પિતા છે. તેમનો આરોપ છે કે રવિવારે બપોરે મુંબઈમાં એક જાણીતા મોલમાં કાંબલી અને તેની પત્નીએ તેમને માર્યા અને ગંદી ગંદી ગાળો દીધી.

કાંબલીએ કંઈ સમજ્યા વિચાર્યા વિના તેને મારવાનુ ચાલુ કર્યુ
કાંબલી અને તેની પત્ની પર મારપીટનો આરોપ મુંબઈ મિરરના સમાચાર મુજબ મુંબઈના એક મોલમાં રાજેન્દ્ર કુમાર તિવારી (58) નો હાથ કથિત રીતે કાંબલીની પત્નીના હાથને અડી ગયો હતો. આના પર કાંબલીએ કંઈ સમજ્યા વિચાર્યા વિના તેને મારવાનુ ચાલુ કરી દીધુ. રાજેન્દ્રના પુત્ર અંકુર તિવારીએ જણાવ્યુ કે આ ઘટના તે સમયે બની જ્યારે તેમના પિતા તેમની દીકરીને ગેમિંગ ઝોનથી લઈને ફૂડ કોર્ટ આવી રહ્યા હતા. મારા પિતા હતપ્રભ હતા. તેમણે અમને આ ઘટના કીધી તો હું કાંબલી પાસે ગયો અને તેને સમજાવવાની કોશિશ કરી જેથી મામલાનો ઉકેલ આવી શકે પરંતુ કાંબલી કંઈ સાંભળવા તૈયાર જ નહોતો. તેણે મને પણ ધક્કો મારી દીધો અને ગાળો દેવા લાગ્યો.

કાંબલીની પત્ની તેની સેન્ડલ કાઢી મને મારવા માટે...
કાંબલીની પત્નીએ મને મારવા માટે પોતાની સેન્ડલ કાઢી અને ગાળો દેવા લાગી. હું તો તેમને એ કહેવા ગયો હતો કે અમે તેમનુ સમ્માન કરીએ છીએ અને એ ભૂલથી થઈ ગયુ હશે. તેમના આવા વ્યવહાર બાદ અમે પોલિસ સ્ટેશન ગયા અને ફરિયાદ દાખલ કરાવી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અંકુર તિવારીના હાથમાં નખના ઉઝરડા હતા.

અંકુરના બાપે મારી પત્નીને અયોગ્ય રીતે ટચ કરીઃ કાંબલી
વિનોદ કાંબલીનું કહેવુ છે કે તે આ મામલે એફઆઈઆર દાખલ કરાવશે કારણમકે રાજેન્દ્ર તિવારીએ મારી પત્નીને અયોગ્ય રીતે ટચ કરી છે. મે મુંબઈ પોલિસને આ વિશે ટ્વિટ કર્યુ છે. હવે તે જ આનો ઉકેલ લાવશે.

બાંગુરનગર પોલિસ સ્ટેશન
આ મામલે બાંગુરનગર પોલિસ સ્ટેશનમાં કાંબલી અને તેની પત્ની સામે આઈપીસીની ધારા 504 (શાંતિ ભંગ કરવા માટે જાણી જોઈને કોઈનું અપમાન કરવા) અને ધારા 323 (હિંસક રીતે કોઈને દંડિત કરીને નુકશાન પહોંચાડવા) હેઠળ કેસ ફાઈલ કર્યો છે. તમને જણાવી દઈએ કે પીડિત રાજેન્દ્ર કુમાર તિવારી એક બેંક કર્મચારી છે કે જે જાણીતા બોલિવુડ સિંગર અંકિત તિવારીના પિતા છે અને અંકુર તિવારી એક બિઝનેસમેન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
