CBIના પૂર્વ ડાયરેક્ટર રંજીત સિન્હાનુ નિધન, 68 વર્ષની ઉંમરે દિલ્લીમાં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ના પૂર્વ ડાયરેક્ટર રંજીત સિન્હાનુ નિધન થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ના પૂર્વ ડાયરેક્ટર રંજીત સિન્હાનુ નિધન થઈ ગયુ છે. રંજીત સિન્હા 68 વર્ષના હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 68 વર્ષીય રંજીત સિન્હાએ શુક્રવારની સવારે દિલ્લીમાં સાડા 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા. રંજીત સિન્હા સીબીઆઈ ડાયરેક્ટર, આઈટીબીપી ડીજી જેવા ઘણા પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. રંજીત સિન્હા 1974 બેંચની આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના મહાનિર્દેશકનુ પદ સંભાળતા પહેલા રંજીત સિન્હા ભારત-તિબેટ સીમા પોલિસ(આઈટીબીપી)ના નિર્દેશક પદ પર પણ રહી ચૂક્યા છે.

હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર અમુક વરિષ્ઠ અધિકારીઓનુ માનવુ છે કે રંજીત સિન્હાનુ મોત કોરોના વાયરસ સંબંધિત જટિલતાઓના કારણે થયુ છે. માહિતી મુજબ ગુરુવારે રાતે રંજીત સિન્હા કોરોના વાયરસ પૉઝિટીવ જોવા મળ્યા હતા. રંજીત સિન્હાએ રેલવે સુરક્ષા બળનુ પણ નેતૃત્વ કર્યુ હતુ. 2021માં સીબીઆઈ પ્રમુખ તરીકે રંજીત સિન્હા નિયુક્તિ પહેલા પટના અને દિલ્લીમાં સીબીઆઈમાં વરિષ્ઠ પદો પર કાર્યરત હતા.
રંજીત સિન્હા બે વર્ષ માટે 22 નવેમ્બર 2021 સીબીઆઈના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. અમુક મીડિયા રિપોર્ટની માનીઓ તો રંજીત સિન્હા પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા. સીબીઆઈએ જ રંજીત સિન્હા પર ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. રંજીત સિન્હા પર સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે તેમણે સીબીઆઈના ચીફ પદે કોલસા કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાના પ્રયત્નો કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
