દીપડાઓને ટ્રેક કરવા માટે વન વિભાગ માઇક્રો ચિપ ટેકનોલોજીનો ઉપયોગ કરશે

આ અંગે વાત કરતા મોહરલી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી એસ રૌતકરે જણાવ્યું કે "દીપડાઓને જંગલમાં છૂટા મૂકતા પહેલા તેમના શરીરમાં માઇક્રો ચિપ ફિટ કરવા માટેની પોલીસીને વન વિભાગે અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આમ કરવાથી તેમની હિલચાલ ઉપર નજર રાખવામાં મદદ તો મળશે જ સાથે તેમની સંખ્યા અંગેની માહિતી એકત્ર કરવામાં પણ મદદ મળશે."
માઇક્રો - ચિપ ફિટ કરવાની ટેકનોલોજી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ માઇક્રો ચિપ ચોખાના એક દાણા જેટલી હોય છે. એક ચિપની કિંમત રૂપિયા 350 હોય ચે. દરેક ચિપનો એક યુનિક આઇડેન્ટિટિ નંબર હોય છે. દીપડાને બેભાન કરીને તેની ચામડી અને સ્નાયુઓની વચ્ચે આ ચિપને ફિટ કરવામાં આવે છે. જ્યારે પણ દીપડો ફરી પકડાય ત્યારે ચિપ રીડર યુનિક નંબંર વાંચી લેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે દીપડાઓના આતંકને પહોંચીવળવા માટે વન વિભાગે શાર્પ શૂટર રોકવા, રેપિડ રિસ્પોન્સ ફોર્સ તૈયાર કરી, સ્પેશ્યલ ટાઇગર પ્રોટેક્શન ફોર્સ તૈયાર કરીને ગયા મહિને અગરઝારી વિસ્તારમાં માણસોની વસતીમાં ઘૂસી ગયેલા દીપડાઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પકડવા વિવિધ જગ્યાઓએ 10 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં ત્રણ દીપડાઓને પકડી પાડવામાં સફળતા મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
