FITTO - તમારુ હરતુ-ફરતુ ક્લિનિક, અહીં મેળવો વેરિફાઈડ ડૉક્ટર
તમને બધી ઝંઝટોમાંથી બચાવવા માટે FITTO આવી ગયુ છે જ્યાં કોઈ પણ વર્ચ્યુઅલી પોતાના મનગમતા ડૉક્ટરની સલાહ લઈ શકે છે.
જો તમે કોઈ ડૉક્ટરના ત્યાં અપૉઈન્ટમેન્ટ શિડ્યુલ કરવા જાવ, તો પણ ક્લિનિકમાં તમારે રાહ જોવી પડે છે. પછી ડૉક્ટરને બતાવ્યા બાદ લેબ અને મેડિકલ સ્ટોર પર રાહ જોવાની ઝંઝટ રહે છે પરંતુ હવે તમને બધી ઝંઝટોમાંથી બચાવવા માટે FITTO આવી ગયુ છે જ્યાં કોઈ પણ વર્ચ્યુઅલી પોતાના મનગમતા ડૉક્ટરની સલાહ લઈ શકે છે. આ ઉપરાંત તમે અહીં દવાઓ ઑર્ડર કરી શકો છો. સાથે જ રિક્સવેસ્ટ નાખવા પર ઘરેથી લેબ ટેસ્ટના સેમ્પલ પણ લેવામાં આવશે. આમ જોઈએ તો FITTO વાસ્તવમાં તમારુ વ્યાવહારિક સહાયક છે.

FITTO, ચિકિત્સા વિજ્ઞાન અને આઈટીનુ એક સમૂહ, જે ડૉક્ટરની સલાહ લેવા માટે તમને ઑનલાઈન પ્લેટફૉર્મ ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત ઘરે પણ ડૉક્ટર દર્દીને જોવા જાય છે. વળી, અત્યાધિક પ્રતિષ્ઠિત વિશેષજ્ઞોની દેખરેખમાં એક ઠોસ સ્ક્રીનિંગ બાદ યોગ્ય ડૉક્ટરો, ક્લિનિકો, પ્રયોગશાળાઓને ઑન-બોર્ડ કરે છે. કંપની ડૉક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે અને તેનુ નેતૃત્વ ડૉક્ટરો, એન્જિનિયરો અને અગ્રણી આરોગ્ય દેખરેખ વ્યવસાયકારો દ્વારા કરવામાં આવે છે.
FITTO સાથે, તમે આ કરી શકો છોઃ
- ડૉક્ટર સાથે વીડિયો સલાહ લો.
- આમ-તેમ પ્લેટફૉર્મ પર ભટકવાના બદલે અહીં કોઈ પણ વર્ચ્યુઅલ કન્સલટન્ટ માટે ડૉક્ટરને પસંદ કરી શકો છો.
- વર્ચ્યુઅલ સલાહ વીડિયો કૉન્ફરન્સ/વૉઈસ કૉલ દ્વારા થાય છે. જ્યાં રોગીના પરિવારના સભ્ય/મિત્ર વગેરે શામેલ થઈ શકે છે.
- દવાઓ ઘરે મંગાવી શકો છો. લેબ ટેસ્ટ માટે સેમ્પલ ઘરે આપી શકો છો.
- ફૉલો-અપ ફી સંપૂર્ણપણે ફ્રી.
FITTO ડૉક્ટરોને જોવા માટે ટેસ્ટ રિપોર્ટ, મેડિકલ હિસ્ટ્રી વગેરેના દસ્તાવેજોને અપલોડ કરવાની સુવિધા આપે છે.
Oneindia.com સાથે વિશેષ રીતે વાત કરીને, FITTOના માર્કેટિંગ હેડ સંજય રેએ કહ્યુ, https://fitto-at.com/ને વિશેષ રીતે ઉપયોગકર્તાની સુવિધા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે જે મુખ્ય રીતે ઘર પર અને આઉટ ઑફ ધ હોમની રજૂઆતો પર કેન્દ્રીત છે. સાથે જ કંપની સસ્તી કિંમત પર સર્વોત્તમ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરી રહી છે.
આ ઉપરાંત FITTO આરોગ્યના મુદ્દાઓ અને અનુસંધાન, સંશોધન, તબીબી ક્ષેત્રમાં પ્રગતિઓ પર બ્લૉગ પણ પૂરા પાડે છે.
FITTO ઑનલાઈન ડૉક્ટર અપૉઈન્ટમેન્ટ બુકિંગ કે દવા વિતરણ માટે માત્ર વેબ પ્લેટફૉર્મથી વધુ છે. FITTOના ફ્લેબોટોમિસ્ટ સારી રીતે પ્રશિક્ષિત છે અને અત્યાધિક સુરક્ષા અને જરૂરી સાવચેતીઓ સાથે ઘરેથી સેમ્પલ લેવા જાય છે.

તે ક્યાં સ્થિત છે?
આ ક્લિનિક સુવિધાઓ માત્ર બેંગલુરુ અને કોલકત્તામાં છે જ્યારે ઑનલાઈન સલાહ કોઈ પણ સ્થળેથી 24/7 ઉપલબ્ધ છે.
શું FITTO મારો ડેટા બચાવે છે કે સંમતિ વિના તેનો ઉપયોગ કરે છે?
આ બિલકુલ સત્ય નથી.
એક સામાન્ય નેટવર્ક ડેટાને સ્ટોર કરે છે જેને લગભગ કોઈ પણ એક્સેસ કરી શકે છે. જ્યારે FITTOને બ્લૉકચેન ટેકનોલૉજી દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યુ છે જે અતૂટ છે. બ્લૉકચેન ટેકનિકનુ એક સ્વરૂપ છે જેના માધ્યમથી ડેટાને સ્ટોર કરવા માટે એક સુરક્ષિત નેટવર્ક બનાવી શકાય છે જેને બદલવુ અસંભવ છે.
FITTO SHA-256 ડેટા એન્ક્રિપ્શન ટેકનિક સાથે એક પર્સનલ બ્લૉકચેન નેટવર્કનો ઉપયોગ કરે છે, એ સુનિશ્ચિત કરે છે કે તમારા મેડિકલ રેકૉર્ડ સુરક્ષિત હાથોમાં છે. આ તમારી માહિતીની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા ઘણા પગલાંઓમાંનુ અમુક છે.
કેવી રીતે બુક કરશો?
ઈમેલ આઈડી કે સેલ ફોન નંબરથી સાઈન કર્યા બાદ સલાહ/સેવાઓને તેમની વેબસાઈટ પર બુક કરવામાં આવી શકે છે.
વધુ માહિતી માટે, તમને તેમની વેબસાઈટ જોઈ શકો છોઃ https://fitto-at.com/
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
