Photo : વૈષ્ણો દેવીની યાત્રા સરળ બનાવશે કટરા સ્ટેશન
ઉધમપુર, 2 જુલાઇ : હિન્દુઓના ધાર્મિક યાત્રા સ્થાન માતા વૈષ્ણોદેવીની યાત્રાને સરળ બનાવી દેતી ઉધમપુર-કટરા રેલવે લાઇનની શરૂઆત અંદાજે 18 વર્ષ પહેલા કરવામાં આવી હતી. યાત્રાળુઓની 18 વર્ષ લાંબી રાહ હવે ખતમ થવા આવી છે. ઉધમપુર-કટરા રેલવે લાઇનનો ટ્રાયલ રન 1 જુલાઇએ કરવામાં આવ્યો હતો. હવે આગામી 4 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે લાઇનનું ઉદઘાટન કરવાના છે. તેમની સાથે રેલવે પ્રધાન સદાનંદ ગૌડા પણ ઉદઘાટનમાં સામેલ થવાના છે.
આ બહુપ્રતિક્ષિત રેલવે લાઇનના ઉદઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. આ રેલવે લાઇનની ખાસિયત એ છે કે માત્ર 25 કિલોમીટરનું અંતર પુરું કરવા માટે ટ્રેનને 50 પુલો અને 10 ટનલમાંથી પસાર થવું પડે છે. તેમાંથી સૌથી ઊંચો પુલ કુતુબ મિનાર કરતા પણ ઊંચો છે. તેની ઊંચાઇ 85 મીટરની છે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 એન્જિનીયર્સે દિવસ-રાત મહેનત કરી છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જીનિયર સંદીપ ગુપ્તા છે. કટરા રેલવે સ્ટેશનની સાથે IRCTC દ્વારા 3 સ્ટાર ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.
આવો જોઇએ એક ઝલક...

1
રાત્રિ દરમિયાન કટરા રેલવે સ્ટેશન

2
રેલવે સ્ટેશનની અંદરનો નજારો

3
આ છે કટરા રેલવે સ્ટેશનનો મુખ્ય પ્રવેશ દ્વાર

4
કટરા રેલવે સ્ટેશનનું વિહંગમ દ્રશ્ય

5
કટરા-ઉધમપુર રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેન

6
કટરા રેલવે સ્ટેશન

7
કટરા રેલવે સ્ટેશન પર આવેલી ટ્રાયલ ટ્રેન

8
કટરા રેલવે સ્ટેશન પર આદુનિક સુવિધાઓ છે

9
કટરા રેલવે સ્ટેશન પાસે આવેવું irctcના ગેસ્ટ હાઉસનું રિસેપ્શન

10
આઇઆરસીટીસીનું ગેસ્ટ હાઉસ

11
રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારમાંથી બહારનું પરિસર

12
ટનલની તસવીર

13
રેલવે બ્રિજનું દ્રશ્ય

14
રેલવે ટનલ

15
નવી રેલવે લાઇનને જોઇને ખુશ થતા સ્થાનિક બાળકો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
