આજે ભારત આવશે વિશ્વનું સૌથી મોટું યાત્રી વિમાન
નવી દિલ્હી, 30 મેઃ દિલ્હીમાં આજે આવી રહ્યું છે, ‘મહાજંબો' વિશ્વનું સૌથી મોટું યાત્રી વિમાન એરબસ 380. રાત્રે અંદાજે 8 વાગ્યે સિંગાપોર એરલાઇન્સનું એરબસ 380 દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-થ્રી પર ઉતરશે. 560 ટન વજન અને સાત માળ જેટલું ઉંચા આ વિમાનના સ્વાગતમાં શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે.
વિશ્વના સૌથી મોટા યાત્રી વિમાન એરબસ 380, સાત વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ આખરે ભારતના લોકોને પણ આ વિમાનમાં ઉડાન ભરવાની તક મળશે. સિંગાપોર એરલાઇન્સ દિલ્હી અને મુંબઇથી પોતાની ઉડાનોમાં સુપરજંબોને લગાવવા જઇ રહ્યું છે.
આ પહેલા એરબસ 380 એક જ વાર આપણા દેશમાં લાવવામાં આવ્યું હતું અને એ પણ માત્ર પ્રદર્શિત કરવા માટે. હવે તમે દિલ્હી-મુંબઇથી ટિકિટ ખરીદીને તેમાં મુસાફરી કરી શકો છો. અમુક મહિનાઓ પૂર્વે કેન્દ્ર સરકારે દેશના 4 મોટા એરપોર્ટ પર એ 380ને ઉતરવાની અને ઉડાન ભરવાની પરવાનગી આપી હતી, જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદ છે. આ ચાર એરપોર્ટ પર એક સાથે મોટી માત્રામાં યાત્રીઓને સંભાળવાની સુવિધા છે. પરવાનગી આપવામાં આવ્યા બાદ આ પહેલી તક મળતા સિંગાપોર એરલાઇન્સે ઓસ્ટ્રેલિયા રૂટ પર લાગનારા વિમાનોને દિલ્હી-મુંબઇ રૂટ પર લગાવી દીધા. તો ચાલો તસવીરો થકી જાણી એ380ની કેટલીક સુવિધાઓને.

બોડી
એ380માં ડબલ ડેક વાઇડ બોડી છે.

એન્જીન
એ380માં 4 એન્જીન છે.

રેન્જ
એ380ની રેન્જ 15700 કિ.મીની છે.

બેઠક વ્યવસ્થા
આ એ380માં અંદાજે 525 જેટલા યાત્રીઓ મુસાફરી કરી શકે છે.

પહેલી ફ્લાઇટ
એ380ની પહેલી ફ્લાઇટે 27 એપ્રિલ 2005ના રોજ ઉડાન ભરી હતી.

પહેલી કોમર્સિયલ સર્વિસ
ઓક્ટોબર 2007માં સિંગાપોર એરલાન્યસ સાથે એ380 એ પહેલી કોમર્સિયલ સર્વિસ શરૂ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
