PM પદ માટે લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 27 મે : લોકસભા ચૂંટણી 2014માં યોજાવાને બદલે અત્યારે યોજાઇ જાય તો કોંગ્રેસના મુકાબલે ભાજપને સુપરહિટ ફાયદો થાય તેમ છે. આ માટેના કારણોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સુસ્ત અર્થવ્યવસ્થાથી પેદા થયેલી સત્તા વિરોધી લહેર (એન્ટીઇન્કમબન્સી) છે જયારે બીજું કારણ મોદીની વધતી લોકપ્રિયતા છે. હિન્દુસ્તાન ટાઇમ્સ અને જીએફકેના સર્વેમાં આ વાત સામે આવી છે.
આજે સમાજનો યુવા અને મધ્યમવર્ગ ભાજપની સાથે નજરે આવે છે જયારે ગરીબ લોકો કોંગ્રેસને જ પસંદ કરે છે. સર્વેમાં મોટાભાગના લોકોએ માન્યુ છે કે, મોદી આગામી ચૂંટણીમાં ભાજપનો ચહેરો બનશે. સર્વે અનુસાર જયાં ભાજપની સરકાર છે ત્યાં તેને વધુ બેઠકો મળવાનું નક્કી છે. યુપીમાં ભાજપ પહેલા કરતા સારો દેખાવ કરશે તો મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપની બેઠક વધી શકે છે. કોંગ્રેસ વિરોધી પક્ષો પણ ભાજપને સાથ આપી શકે છે.
આઝાદી પછી યુપીએની એવી પહેલી સરકાર છે જેણે 9 વર્ષનો લાંબો કાર્યકાળ પસાર કર્યો પરંતુ આ દરમિયાન અનેક મોટા કૌભાંડો સામે આવ્યા જેનાથી યુપીએની આબરૂ ઘટી છે. દેશની વસ્તીના 65 ટકા યુવાવર્ગ છે અને 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓનો એક મોટો હિસ્સો સોશ્યલ મીડીયા સાથે જોડાયેલો છે જે સરકારની દરેક બાબત ઉપર નજર રાખે છે.
સર્વેમાં ભાવિ વડાપ્રધાનની દોડમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૌથી આગળ છે. તેમને 38 ટકા લોકોએ પસંદ કર્યા છે. જયારે રાહુલ ગાંધીને 23 ટકા મળ્યા છે. સર્વેમાં 48 ટકા જેટલો મોંઘવારીનો મુદ્દો આગળ છે તે પછી 17 ટકા ભ્રષ્ટાચાર, 10 ટકા પેટ્રોલીયમ પદાર્થ, 5 ટકા રોજગારી, 5 ટકા કાયદો વ્યવસ્થા અને 3 ટકા આર્થિક મંદી મુખ્ય મુદ્દા છે. આ સર્વે 8 મેટ્રો શહેરો, 12 મધ્યમ, 12 નાના અને 40 ગામડાઓમાં કરવામાં આવ્યો અને 10,381 લોકોના મત પુછાયા હતા. આવો જાણીએ પીએમ પદની રેસમાં લોકોની નજરે કયા નેતાનો નંબર કેટલો છે...

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
નરેન્દ્ર મોદી - 38 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
રાહુલ ગાંધી - 23 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
મનમોહન સિંહ - 14 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
એલ કે અડવાણી - 6 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
સોનિયા ગાંધી - 5 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
નીતિશ કુમાર - 3 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો નીતિશ કુમાર - 21 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો મમતા બેનરજી - 14 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો લાલુપ્રસાદ યાદવ - 13 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો માયાવતી - 11 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો જયલલિથા - 11 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
ત્રીજો મોરચો બને તો મુલાયમ સિંહ - 7 ટકા
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ

Click it and Unblock the Notifications