અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા સાથે પ્રથમ જૂથ રવાના
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે.
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે. આ યાત્રામાં શામેલ થવા માટે દેશભરના અલગ અલગ ભાગોમાંથી લોકો આવ્યા હતા. આ તીર્થયાત્રા બાલટાલ અને પહેલગામથી શરૂ થઈ છે. બંને જગ્યાઓ પર શિબિર સ્થળ બનાવવામાં આવ્યા હતા જ્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા
અમરનાથ યાત્રાના પહેલા જૂથને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના મુખ્ય સલાહકાર બી બી વ્યાસ અને વિજય કુમારે ઝંડો બતાવીને રવાના કર્યા. આ દરમિયાન વિજય કુમારે કહ્યુ કે અમરનાથી યાત્રા દર વર્ષે થતી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. સુરક્ષા એજન્સીઓની મદદથી અમે બધા યાત્રીઓને સુરક્ષિત રીતે યાત્રા પૂરી કરાવવાની કોશિશ કરીએ છીએ. અમારી કોશિશ રહે છે કે યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય અને પ્રવાસ આરામથી ચાલતો રહે.

3880 મીટરની પગપાળા યાત્રા
આ દરમિયાન યાત્રામાં શામેલ શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે અમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છીએ એ વાતની અમને ખુશી છે. અમને અહીં કોઈનો પણ ડર નથી. દરેક જગ્યાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. દર વર્ષે આ યાત્રામા સુધારો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ 3880 મીટરની પગપાળા યાત્રા કરશે. આ દરમિયાન આખા રસ્તા પર સીઆરપીએફના જવાન તૈનાત રહેશે.

બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી
સીઆરપીએફના ઈન્સ્પેક્ઠર જનરલ અભય વીર ચૌહાણે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષાની તૈયારીઓનું ચેકિંગ કર્યુ. આ દરમિયાન થયેલી વાતચીતમાં તમામ પાસાંઓ પર ધ્યાન આપવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ વખતે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, સેના પ્રમુખ બિપિન રાવતને જાતે બાલટાલ બેઝ કેમ્પનું ચેકિંગ કર્યુ હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વખતે કુલ બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
