મ્યાનમારની સીમા પર સૈન્ય કાર્યવાહી, અનેક આતંકીઓ ઠાર
ભારતીય સેના દ્વારા મ્યાનમારની સીમા પર મોટું સૈન્ય ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ મ્યાનમારની સીમા મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો હતો. બુધવારે સવારે 4.45 વાગે ભારતીય સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી આપણી સીમામાં જ કરવામાં આવી છે અને તેમાં અનેક ઘુસણખોરો ઠાર મરાયા છે. ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, ઇન્ડો-મ્યાનમાર બૉર્ડર પર મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. ભારત-મ્યાનમારની સીમા પર સવારે લગભગ 4.45 વાગે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જો કે, આ પહેલા ખબર આવી હતી કે, આ સર્જિકલ સ્ટ્રાઇક હતી, પરંતુ અધિકૃત સૂત્રોએ આ વાત નકારી છે. ઈસ્ટર્ન કમાન્ડ અનુાસર, આ કાર્યવાહીમાં ભારતીય સેનાના કોઇ જવાનને ઇજા નથી પહોંચી. આતંકી સંગઠન NSCN(ખાપલાંગ)ના કેટલાક આતંકીઓ ઠાર મરાયા છે. સેના તરફથી આ અંગે નીચે મુજબનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

આ પહેલાં સપ્ટેમ્બર, 2016માં ઉરી હુમલા બાદ ભારતે મોટું પગલું લેતાં લાઇન ઑફ કંટ્રોલ(LOC) નજીક પીઓકેમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીઓને ઠાર માર્યા હતા. નોંધનીય છે કે, કોઇ પણ સીમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકીને નુકસાન પહોંચાડવા કે ઠાર મારવા માટે સૈન્ય કાર્યવાહી કરે ત્યારે તેને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
