મહારાષ્ટ્રના રાયગઢમાં કેમિકલ ફેક્ટ્રીમાં આગ, 3 લોકોના મોત!
મહારાષ્ટ્રના રાયગઢમાં આગની ઘટના સામે આવી છે. રાયગઢમાં આવેલી એક કેમિકલ ફેક્ટ્રીમાં આ લાગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.
રાયગઢ : મહારાષ્ટ્રના રાયગઢમાં આગની ઘટના સામે આવી છે. રાયગઢમાં આવેલી એક કેમિકલ ફેક્ટ્રીમાં આ લાગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. બ્લાસ્ટ રાયગઢ જિલ્લાના અલીબાગ વિસ્તારમાં રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ નામની ફેક્ટ્રીમાં થયો હતો.

રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ જાહેર ક્ષેત્રની ફેક્ટરી છે, જેમાં આ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો.
આ અકસ્માતમાં મેનેજમેન્ટ ટ્રેઇની સહિત ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ઐરોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર, કેમિકલ પ્લાન્ટનું એસી કોમ્પ્રેસર ફાટ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેટ ઘટનાસ્થળે છે. મુંબઈથી લગભગ 100 કિમી દૂર અલીબાગના થલમાં RCF યુનિટમાં કામદારોનું એક જૂથ એર કંડિશનરનું સમારકામ કરી રહ્યું હતું, ત્યારે અચાનક સાંજે 5 વાગ્યાની આસપાસ એસી કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો હતો.












Click it and Unblock the Notifications
