ગ્રેટર નોઈડા સ્થિત ઑટો પાર્ટ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ
ગ્રેટર નોઈડામાં સ્થિત એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી ગઈ.
ગ્રેટર નોઈડામાં સ્થિત એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી ગઈ. માહિતી મુજબ આ ગોડાઉન ઑટે પાર્ટ કંપનીનુ છે કે જે ગ્રેટર નોઈડામાં સ્થિત છે. આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ હાજર છે અને આગને નિયંત્રિત કરવામાં લાગી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ દિલ્લીના સ્વરૂપ નગર સ્થિત એક કેમિકલ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂ કરવાની કોશિશ કરી.

ગુરુવારે સાંજે જ દિલ્લીના સ્વરૂપનગરમાં આગ લાગવાની ઘટના પહેલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ક્રૉફોર્ડ માર્કેટમાં પણ આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો. રાહતની વાત એ રહી કે મુંબઈની આગમાં કોઈને ઈજા પહોંચી નથી. ક્રૉફોર્ડ માર્કેટ, મુંબઈની ઘણી જાણીતી જગ્યા છે. આ માર્કેટ અંગ્રેજી શાસનના સમયથી છે. ક્રૉફોર્ડ માર્કેટ, મુંબઈના લોકમાન્ય તિલક માર્ગ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે છે.
Greater Noida: A fire broke out at godown of an auto parts company, today morning. Fire tenders at the spot. Fire fighting operations underway. No casualties reported. pic.twitter.com/COUmzaDO2l
— ANI UP (@ANINewsUP) June 17, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
