બદલાપુર હિંસા મામલે 300 લોકો સામે FIR દાખલ, 40ની ધરપડક, જાણો શું છે સમગ્ર મામલો?
Badlapur Violence in Gujarati: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની એક શાળામાં મંગળવારે બે છોકરીઓના યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. મંગળવારે છોકરીઓના વાલીઓ શાળાની સામે એકઠા થયા હતા અને તોડફોડ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો.
આ બધુ ચાલી રહ્યું હતું, ત્યારે આ જઘન્ય ઘટના સામે વાલીઓએ સામાન્ય નાગરિકોનો પણ સહકાર મેળવ્યો હતો અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો વાલીઓના સમર્થનમાં એકઠા થઈ ગયા હતા.
બધા બદલાપુર રેલવે સ્ટેશન તરફ ગયા અને ત્યાં પહોંચ્યા પછી રેલવે ટ્રેક પર વિરોધ કરવા લાગ્યા. જેના કારણે કેટલાક કલાકો સુધી લોકલ અને લાંબા અંતરની ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
40 લોકોની ધરપકડ - આજે (21 ઓગસ્ટ) મહારાષ્ટ્ર પોલીસે વિરોધ પ્રદર્શન અને તોડફોડના મામલામાં કડક કાર્યવાહી કરી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આવા સમયે, પોલીસે 40 લોકોની ધરપકડ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા લોકોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલ બદલાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, અને દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

રેલવે પોલીસના જીઆરપી ડીસીપી મનોજ પાટીલે જણાવ્યું હતું કે, સ્થિતિ હવે સામાન્ય છે. મંગળવારે બદલાપુર રેલ્વે સ્ટેશન પર વિરોધમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
SIT મામલાની તપાસ કરશે - મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યના બદલાપુર જિલ્લાની એક શાળામાં બે સગીરોના કથિત જાતીય શોષણની નિંદા કરી અને જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવામાં આવી છે.
કેસની તપાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થઈ શકે છે - ફડણવીસે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની દરખાસ્ત તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બદલાપુરમાં બળાત્કારની ઘટના ખૂબ જ ગંભીર છે, હું આ ઘટનાની સખત નિંદા કરું છું.
ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે આઈજી રેન્કની મહિલા અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. સરકાર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે જેથી પીડિત પરિવારને જલ્દીથી રાહત મળી શકે. બને તેટલું જલ્દી અમને ન્યાય મળે.
અત્રે નોંધનીય બાબત છે કે, કોર્ટ દ્વારા બે સ્કૂલની છોકરીઓનું યૌન શોષણ કરવાના આરોપીની પોલીસ કસ્ટડી 26 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
