બંગાળના CM મમતા બેનર્જીએ બેસીને ગાયુ રાષ્ટ્રગાન, મુંબઈ ભાજપના એક નેતાએ નોંધાવી FIR
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નવા વિવાદમાં ફસાઈ ગયા છે.
મુંબઈઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નવા વિવાદમાં ફસાઈ ગયા છે. વાસ્તવમાં મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ હૉલમાં બેસીને જ રાષ્ટ્રગાન ગાયુ જેના કારણે તેમની સામે કેસ નોંધાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ મમતા બેનર્જી સામે આ કેસ નોંધાવ્યો છે. ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેનર્જીએ રાષ્ટ્રગાનનુ અપમાન કર્યુ છે અને બેસીને રાષ્ટ્રગાન ગાયુ છે, એટલુ જ નહિ તેમણે ચાર-પાંચ લાઈન ગઈને તેને એકદમ રોકી દીધુ.

તમને જણાવી દઈએ કે બુધવારે મમતા બેનર્જી મુંબઈમાં હતા અને આ દરમિયાન તેમણે એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી અને ભાજપ સામે કેન્દ્રમાં વિપક્ષી દળોને એકજૂટ કરવાની કવાયત કરી. એટલુ જ નહિ મુંબઈમાં મમતા બેનર્જીએ પ્રેસ કૉન્ફરન્સ પણ કરી અને આ દરમિયાન તેમણે રાષ્ટ્રગાન ગાયુ અને આ વચમાં જ રાષ્ટ્રગાનને ખતમ કરીને મહારાષ્ટ્રનો નારો લગાવ્યો. પશ્ચિમ બંગાળ ભાજપ યુનિટના નેતાએ 16 સેકન્ડનો વીડિયો ઈન્ટરનેટ પર શેર કર્યો છે જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તે મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનુ અપમાન કર્યુ છે, રાષ્ટ્રગાન અને દેશનુ અપમાન કર્યુ છે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનુ અપમાન કર્યુ છે.
ભાજપ નેતાના આ ટ્વિટ બાદ અન્ય ભાજપ નેતાઓએ પણ મમતા બેનર્જીની ટીકા કરી. ભાજપ નેતા અમિત માલવીયએ ટ્વિટ કરીને લખ્યુ, રાષ્ટ્રગાન આપણી રાષ્ટ્રીય ઓળખની મજબૂત અભિવ્યક્તિ છે. સાર્વજનિક પદ પર બેસતા લોકો પાસે કમસે કમ આવી આશા નહોતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જે ગાયુ તે રાષ્ટ્રગાનનુ વિકૃત સંસ્કરણ છે. શું ભારતનો વિપક્ષ આટલા ગર્વરહિત અને દેશભક્તિ રહિત છે?
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
