2022 સુધીમાં 83 હજાર કિમી રોડનું નિર્માણ કરશે સરકાર
નાણાં મંત્રી અરુણ જેટલીએ મંગળવારે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.
મંગળવારે નાણા મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં 7 લાખ કરોડના મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગે અહીં ભારતીય અર્થવ્યવસ્થાના વખા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોંઘવારીમાં ઘટાડો થયો છે અને વિદેશી મુદ્રાના ભંડારમાં વધારો થયો છે.

આ પત્રકાર પરિષદમાંના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
- વિદેશી હૂંડિયામણનું રોકાણ વધીને 400 બિલિયન ડૉલર થયું છે. આ દર્શાવે છે ભારત પર લોકોનો વિશ્વાસ વધ્યો છે.
- જીએસટી સૌથી મોટો સુધારો છે. આ સિવાય નોટબંધી પણ કાળા નાણાંને નિયંત્રણમાં લેવામાં સફળ રહી છે.
- જીએસટીથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે.
- સરકાર અસરકારક અને લક્ષિત પ્રોજેક્ટ પર ખર્ચને પ્રાથમિકતા આપી રહી છે.
- વર્ષ 2012માં ફિસ્કલ ડેફિસિટ 5.9 ટકા હતી, જે માર્ચ, 2017માં ઘટીને 3.5 ટકા થઇ છે અને માર્ચ 2018માં તે ઘટીને 3.2 ટકા થશે એવું અનુમાન છે.
- સરકારે આ પત્રકાર પરિષદમાં 7 લાખ કરોડના મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

- રસ્તાઓના નિર્માણ માટે સરકાર શરૂ કરશે ભારત માલા પ્રોગ્રામ
- ભારત માલા પ્રોગ્રામ હેઠળ 2000 કિમી જેટલી ભારતીય સીમાઓ પર રસ્તાઓનું નિર્માણ થશે
- 2022 સુધીમાં 83 હજાર કિમીના રસ્તાઓનું નિર્માણ
- જે હેઠળ 34.800 કિમીના રસ્તાઓનું નિર્માણ થશે. આ પ્રોજેકટ્નો અમલ એનએચએઆઇ, એનએચઆઇડીસીએલ, એમ ઓઆરટીએચ અને સ્ટેટ પીડબલ્યુડી દ્વારા કરવામાં આવશે.
- મોંઘવારીમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. અર્થતંત્રમાં રોડ, હાઉસિંગ, પાવર, રેલવે અને ડીજિટલ ઇન્ફ્રા પર વધુ ભાર મુકાવામાં આવે છે: અરુણ જેટલી
- અર્થવ્યવસ્થાના પડકારો ઝીલવા માટે પણ સરકાર તૈયાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતનો ઝડપી વિકાસ થયો છે. મોટા પરિવર્તનો લાંબા ગાળા માટે ફાયદાકારક છે: અરુણ જેટલી
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
