વ્યક્તિગત રીતે હું મોદીના વિરૂદ્ધ નથી: ફારૂક અબ્દુલા
શ્રીનગર, 28 એપ્રિલ: ફારૂક અબ્દુલાએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારના પક્ષમાં વોટ કરનારાઓને સમુદ્રમાં ડુબી જવું જોઇએના નિવેદનના એક દિવસ બાદ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ તેમનું કોઇ વેર નથી પરંતુ જમ્મૂ કાશ્મીર અને મુસ્લિમોને લઇને તેમના એજંડાને લઇને ચિંતિત છે.
તેમણે કહ્યું 'મોદી શું ઇચ્છે છે? અમે કેમ તેમના વિરૂદ્ધ કેમ છીએ? અમે વ્યક્તિગત રીતે તેમની વિરૂદ્ધ નથી, તેમના ઇરાદાઓ વિરૂદ્ધ છે.' નેશનલ કોંફ્રેસ અધ્યક્ષે ગંદેરબલ જિલ્લાના કંગલમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું 'તેમનો પ્રથમ ઇરાદો કલમ 370ને ખતમ કરવાનો છે જે અમને (જમૂ-કાશ્મીર)ને વિશેષ દરજ્જો આપે છે.' શ્રીનગર લોકસભા સીટ પરથી એનસી ઉમેદવાર અબ્દુલાએ કહ્યું કે કલમ 370ને ખતમ કરવાથી જમ્મૂ કાશ્મીરના લોકોને ક્યારેય સ્વિકાર્ય નહી હોય.
નેશનલ કોંફ્રેંસ અધ્યક્ષે કહ્યું 'તેનો (કલમ ખતમ કરવાનો)અર્થ છે કે અમારો ઝંડો ઉતારી દેવામાં આવશે, અમારું સંવિધાન ખતમ થઇ જશે અને અમે તેમના દાસ થઇ જઇશું. જમ્મૂ કાશ્મીરની જનતા ક્યારેય સ્વિકારશે નહી'. તેમણે કહ્યું કે મોદીના એજન્ડા પર બીજો મુદ્દો, ભાજપનો સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો છે જે મુસ્લિમો માટે ચિંતાનું કારણ છે.

અબ્દુલાએ કહ્યું 'બીજો મુદ્દો એકદમ ગંભીર છે. તે શરિયા કાનૂન (મુસ્લિમ પર્સનલ લૉ)ને નજર અંદાજ કરવા માંગે છે અને સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માંગે છે જે હિદુ, મુસ્લિમ, સિખ અને દરેક પર લાગૂ થશે. આ મુસ્લિમોને સ્વિકાર્ય નથી.' નેશનલ કોંગ્રેસ નેતાએ લોકોને સાંપ્રદાયિક તાકતોને હરાવવા અને ધર્મનિરપેક્ષ તાકતોને મજબૂત કરવા માટે કહ્યું.
તેમણે કહ્યું 'એક તરફ સાંપ્રદાયિક તાકાત છે અને બીજી તરફ જે તેમનો વિરોધ કરી રહ્યાં છે. હવે આ તમારા પર છે તમે સાપ્રદાયિક તાકાત અથવા ધર્મનિરપેક્ષ તાકાતોને મજબૂત કરવા માંગે છે.' અબ્દુલાએ કાલે એમ કહીને વિવાદ પેદા કરી દિધો કે નરેન્દ્ર મોદીને વોટ આપનારને સમુદ્રમાં ડુબી જવું જોઇએ. ત્યારબાદ ભાજપની સાથે જ તેના વડાપ્રધાન પદના ઉમેદવારે આકરી પ્રતિક્રિયા આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
