આજે ખતમ થશે ખેડૂત આંદોલન? ભવિષ્યની કાર્યવાહી માટે સિંધુ સીમા પર સંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક
સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)એ ખેડૂતો માટે પેન્ડીંગ મુદ્દાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ રિઝોલ્યુશનનો સ્વીકાર કરી લીધો છે.
નવી દિલ્લીઃ સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)એ ખેડૂતો માટે પેન્ડીંગ મુદ્દાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ રિઝોલ્યુશનનો સ્વીકાર કરી લીધો છે. આશા છે કે આજે ખેડૂત આંદોલન ખતમ થઈ જશે. સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)એ બુધવારે(8 ડિસેમ્બર)ના રોજ ઘોષણા કરી કે તેમનુ 14 મહિનાનુ આંદોલન ગુરુવાર(9 ડિસેમ્બર)ના રોજ બપોરે 12 વાગે બંધ કરી દેવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકારના સુધારા પ્રસ્તાવની અંતિમ પ્રતિ પ્રાપ્ત કર્યા બાદ જ. ગુરુવારે બપોરે 12 વાગે દિલ્લીની સિંધુ સીમા પર સંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક છે. આ બેઠકમાં જ ખેડૂત આંદોલન ખતમ કરવાની અધિકૃત ઘોષણા કરવામાં આવશે.

સરકાર સાથે ચર્ચા-વિચારણા કરનારી સમિતિના પાંચ સભ્યોમાંથી એક અશોક ધાવલેએ કહ્યુ કે તેમણે કેન્દ્ર સરકારનુ એક સુધારેલ ડ્રાફ્ટ રિઝોલ્યુશન મળ્યુ છે જેમાં તેમની માંગોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. અશોક ધાવલેએ કહ્યુ, 'અમને ગુરુવારે બપોરે 12 વાગે ડ્રાફ્ટ ડિઝોલ્યુશનની અંતિમ કૉપી મળશે. સિંધુ સીમા પર એસકેએમ નેતાઓની બેઠક બાદ, અમે ઔપચારિક રીતે વિરોધની તીવ્રતાને ઘટાડવા માટેનુ એલાન કરીશુ.'
કેન્દ્ર સરકારે મંગળવાર(7 ડિસેમ્બર)ના રોજ સંયુક્ત મોરચાની પાંચ સભ્યોની સમિતિની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને એક વિસ્તૃત ડ્રાફ્ટ મોકલ્યો હતો. ખેડૂત સંગઠવના સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે ખેડૂત યુનિયનોને કેન્દ્ર સાથે સંમત નવા ડ્રાફ્ટ પ્રસ્તાવ પર ઔપચારિક વાતચીત મળશે ત્યારે ખેડૂત આંદોલન જલ્દી સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન 26 નવેમ્બર, 2020થી દિલ્લીની સિંધુ, ગાઝીપુર અને ટીકરી સીમા પર શરુ થયુ હતુ. ખેડૂતોના પેન્ડીંગ મુદ્દાઓમાં લઘુત્તમ સમર્થન મૂલ્ય પર જામીન, વિજળી સુધારા બિલ, 2020/2021ના ડ્રાફ્ટને પાછો લેવો, ખેડૂતો સામે ગુનાહિત કેસ પાછા લેવા અને વર્ષભરના વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારો માટે વળતર શામેલ છે.
એસકેએમે બુધવારે પોતાની કોર કમિટીની બેઠક બાદ એક નિવેદનમાં કહ્યુ, 'સરકારના નવા પ્રસ્તાવ પર સંમતિ બની ગઈ છે. હવે સરકારના લેટરહેડ પર હસ્તાક્ષર કરવામાં આવેલ એક ઔપચારિક સંચારની રાહ છે. એસકેએમ ગુરુવારે બપોરે 12 વાગે સિંધુ સીમા પર ફરીથી બેઠક કરશે ત્યારબાદ ઔપચારિક નિર્ણય લેશે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
