Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે?
Exit Polls 2018: પાંચ રાજ્યોની વિધાનસભા પર કોણ રાજ કરશે?
નવી દિલ્હીઃ રાજસ્થાન અને તેલંગાણામાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ રહી છે. મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં પહેલાં જ વોટિંગ થઈ ગયું છે. પાંચ રાજ્યોના ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં બંધ થઈ જશે. પરિણામ 11 ડિસેમ્બરના રોજ સામે આવશે, તેની પહેલા એક્ઝિટ પોલ શું કહે છે, તે અમે તમને બતાવીશું. સાંજે મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ દ્વારા અમે તમારી સાથે જોડાશું. જાણો, એક્ઝિટ પોલમાં આ પાંચ રાજ્યોમાં કઈ-કઈ પાર્ટીની સરકાર બની રહી છે.

ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીકનો મુકાબલો છે. અહીં 230 સીટમાંથી ભાજપને 108થી 112 સીટ અને કોંગ્રેસને 105થી 109 સીટ મળી રહી છે. અન્યને 11થી 15 સીટ મળી રહી છે. વોટ શેરિંગની વાત કરીએ તો કોંગ્રેસને-39 વોટ શેર, ભાજપને 40 ટકા તથા અન્યોને 14 ટકા વોટ શેર મળી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ પર ચૂંટણી થઈ છે અે અહીં બહુમત માટે કુલ 116 સીટની જરૂરત છે. સૌથી પહેલા ચંબલ વિસ્તારની વાત કરીએ તો ભાજપના ખાતામાં 36 ટકા વોટ જતાં દેખાઈ રહ્યાં છે અને કોંગ્રેસ અહીં ભારે પડતી જોવા મળી રહી છે અને 43 ટકા વોટ શેર સાથે ભાજપ લિડમાં હોવાનું જણાઈ રહ્યું છે. અને અન્યના ખાતામાં 22 ટકા વોટ શેર જાતા દેખાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં 34 ટકા સીટ આવે છે અને આ ક્ષેત્રમાં શ્યોપુર, ભિંડ, મુરૈનાા જેવા મોટા વિસ્તાર છે. અહીં ભાજપને નિષ્ફળતા મળતી જણાઈ રહી છ અને ભાજપ 10 સીટ જીતે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી માટે ગુડ ન્યૂઝ છે, આ ક્ષેત્રમાં કોંગ્રેસ 21 સીટ જીતતી જણાઈ રહી છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 2 સીટ જતી જણાઈ રહી છે.
રાજસ્થાનમાં 2008માં 66 ટકા લોકોએ વોટિંગ કર્યું હતું અને એ સમયે કોંગ્રેસની સરકાર બની હતી. આ ઉપરાંત 2013માં રાજસ્થાનમાં 75 ટકા વોટિંગ થયું હતું જે બાદ ત્યાં ભાજપની સરકાર બની હતી. આ ઉપરાંત પહેલાના આંકડાઓ પણ દર્શાવે છે કે જેવી રીતે 2003માં 67 ટકા વોટિંગ બાદ ભાજપની સરકાર બની હતી અને 1998માં 63 ટકા વોટિંગ બાદ કોંગ્રેસની સરકાર બની હતી. ટ્રેન્ડ છે કે વોટિંગ વધે છે તો ભાજપની સરકાર આવે છે અને વોટિંગ ઘટે છે તો કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો મળનાર છે. હજુ સુધી રાજસ્થાનમાં વોટિંગ ટકાવારીના આંકડા સામે આવ્યા નથી.
28 નવેમ્બરે થયેલ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 74.85 ટકા મતદાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો હતો કે આ વખતે વધુમાં વધુ લોકોએ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર બનાવવા માટે વોટિંગ કર્યું છે. આના આધાર પર દાવો કરવામાં આવ્યો કે એન્ટી ઈન્કમ્બેંસીનું ફેક્ટર મધ્યપ્રદેશમાં અસરકારક નથી રહ્યું.
મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે અને અહીં 28 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. પાછલા ત્રણ કાર્યકાળથી અહીં ભાજપની સરકાર સત્તા પર છે, 15 વર્ષથી શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રીની ખુરશી પર વિરાજમાન છે. મધ્ય પ્રદેશના જાણકાર જયંત સિંહ તોમરનું કહેવું છે કે ચૂંટણીમાં પીએમ મોદીના મા અને પિતાના નામને ઘસેડવાની વધુ અસર વોટર્સ પર જોવા નહિ મળે. સૌરભ માલવીયાએ કહ્યું કે માળવાના આદિવાસી વિસ્તારો આ વખતે શિવરાજ સિંહ ચૌહાણની સરકાર માટે વોટ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે નારો પણ આપવામાં આવ્યો છે કે અબકી બાર, આદિવાસી સરકાર. જેને લઈને આદિવાસી જાતિ ઉત્સાહિત જોવા મળી રહી છે.
READ MORE
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
