ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર રોડ ટે્ક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ મળશે, યોગી સરકારે લીધો નિર્ણય
Subcidy on EV : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યના કર્મચારીઓને એડવાન્સ લેવાની છૂટ આપીને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે.
Subcidy on EV : ઈલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવા માટે દેશ અને રાજ્ય સરકાર તરફથી ઘણી રાહતો અને સાબસિડી આપવામાં આવી રહી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે પણ ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે 14 ઓક્ટોબર, 2022 થી ઇલેક્ટ્રિક વાહનો (EV's) ની ખરીદી પર ત્રણ વર્ષ માટે રોડ ટેક્સ અને નોંધણી ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ લાભ પાંચ વર્ષની વેલિડિટી સાથે રાજ્યમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક વાહનોને પણ આપવામાં આવશે.
સરકાર વતી તમામ જિલ્લાના આરટીઓને સૂચનાનું તાત્કાલિક અસરથી પાલન થાય તે માટેના આદેશો આપવામાં આવ્યા છે. અગ્ર સચિવ એલ. વેંકટેશ્વરલુ દ્વારા જાહેર કરાવામાં આવેલી સંશોધિત નોટિફિકેશન અનુસાર, ઉત્તર પ્રદેશ ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ એન્ડ મોબિલિટી પોલિસી 2022 અનુસાર, 14 ઓક્ટોબર, 2022 થી ઓક્ટોબર 13, 2025 સુધી ઉત્તર પ્રદેશમાં વેચાતા વાહનો (EV's) પર 100 ટકા ટેક્સ મુક્તિ આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય સકરાર દ્વારા નોટિફાઇડ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસીના અસરકારક સમયગાળાના ચોથા અને પાંચમા વર્ષમાં, એટલે કે 14 ઓક્ટોબર, 2025 થી 13 ઓક્ટોબર, 2027 સુધી, ઉત્પાદન, વેચાણ અને નોંધણી કરાયેલા ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ટેક્સ છૂટ આપવામાં આવશે.
કેટલો ફાયદો થશે
ઉલ્લેખનીય છે કે, સરકારના આ નિર્ણયમાં તમામ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર્સ, સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (HEV), પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (PHEV), બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) અને ઇંધણ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (FCEV)નો સમાવેશ થાય છે. EVs માટે પ્રોત્સાહન આપવાનો ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા ઈવીની ખરીદી માટે આપવામાં આવતી સબસિડી ઉપરાંતનો છે. આ રાહતો સાથે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 15,000 થી રૂપિયા 20,000 અને કારની કિંમત રૂપિયા 1 લાખ ઘટી જશે.
આ ઉપરાંત રાજ્યમાં ખરીદેલી પ્રથમ 400 ઈલેક્ટ્રીક બસો પર ઈ-બસ દીઠ રૂપિયા 20 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. સરકાર વધુમાં વધુ 1,000 ઈલેક્ટ્રિક-ગુડ્સ કેરિયર વાહનો પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ નિયમ અનુસાર, ઈલેક્ટ્રિક-ગુડ્સ કેરિયર વાહનની ફેક્ટરી કિંમત પર 10 ટકા સબસિડી આપવામાં આવશે, જે પ્રતિ વાહન 1,00,000 રૂપિયા સુધીની હશે.
રાજ્યના કર્મચારીઓને પણ મળશે મોટો ફાયદો
રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને એડવાન્સ લેવાની છૂટ આપીને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પણ પ્રોત્સાહિત કરશે. આ પગલાં ઉત્તર પ્રદેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને આખરે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ટકાઉ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ફાળો આપશે તેવી અપેક્ષા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
