પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક, ત્રિરંગો અડધો ઝૂકેલો રહેશે
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ લાંબા સમયની બિમારી બાદ મોહાલીામાં 96 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બાદલના નિધન પર પીએમ મોદી સહિત તમામ રાજકીય નેતોઓએ શોક વ્યક્ત કર્યો છે.
બાદલના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પાંચ વખત મુખ્યમંત્રી રહેવા ઉપરાંત બાદલ પંજાબના સૌથી યુવા મુખ્યમંત્રી પણ હતા.

રાષ્ટ્રીય શોકના ભાગ રૂપે, દેશભરની સરકારી ઇમારતો પર ત્રિરંગો અડધી કાઠીએ ફરકાવાશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય અનેક બંધારણીય હસ્તીઓના નિધન પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 'ભારત સરકારે નિર્ણય લીધો છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલના નિધન પર 26 અને 27 એપ્રિલના રોજ દેશવ્યાપી રાજ્ય શોક મનાવવામાં આવશે.'
ગૃહ મંત્રાલય (MHA) એ બાદલના નિધન પછી જણાવ્યુ હતુ કે, 'જ્યાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે શોકના દિવસે લહેરાતો હોય છે એ તમામ ભવનો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને આ બે દિવસોમાં કોઈ સત્તાવાર મનોરંજન થશે નહી.'
शोक के दिन जिन भवनों में राष्ट्रीय ध्वज नियमित रूप से फहराया जाता है, उन सभी भवनों पर राष्ट्रीय ध्वज आधा झुका रहेगा और इन दो दिनों में कोई आधिकारिक मनोरंजन नहीं होगा: गृह मंत्रालय
— ANI_HindiNews (@AHindinews) April 25, 2023
તમને જણાવી દઈએ કે બાદલને 21 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન પર તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. શિરોમણી અકાલી દળ એક સમયે ભાજપનુ સાથી હતુ.
ચાર દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા પછી, પીઢ રાજકારણીએ મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. શિરોમણી અકાલી દળના સર્વેસર્વા પ્રકાશ સિંહ બાદલને તેમના જીવનની છેલ્લી ચૂંટણીમાં યુવા AAP નેતાએ હાર આપી હતી.
96 વર્ષીય પ્રકાશ સિંહ બાદલ પંજાબની રાજનીતિમાં તળિયેથી શરૂઆત કરીને સીએમના ટોચના પદ પર પહોંચ્યા. સરપંચની ચૂંટણી જીત્યા બાદ 1947માં સ્વતંત્ર ભારતમાં માત્ર 20 વર્ષની ઉંમરે રાજકીય સફર શરૂ થઈ હતી.
1957માં ધારાસભ્ય તરીકે પહેલીવાર પંજાબ વિધાનસભામાં પહોંચેલા પ્રકાશ સિંહ બાદલ રેકોર્ડ પાંચ વખત પંજાબના સીએમ રહ્યા હતા. 10 વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂકેલા બાદલ 1970માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. 20 વર્ષ પછી 1997માં તેઓ ફરી સીએમ બન્યા. છેલ્લે 2012માં મુખ્યમંત્રી બન્યા હતા.
1957 અને 1969 વચ્ચે સતત પંજાબ વિધાનસભામાં ચૂંટાયેલા પ્રકાશ સિંહ બાદલ 1992માં ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે સમાચારમાં હતા. 2022 માં, બાદલે તેમના જીવનની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં લાંબી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.
જો કે, બાદલને લાંબીમાંથી પ્રથમ વખત કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 26 જુલાઈ, 2021ના રોજ કોંગ્રેસ છોડીને આવેલા ગુરમીત સિંહ ખુદિયાનો 30 વર્ષથી વધુનો સંબંધ તોડી નાખ્યો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ 59 વર્ષીય ખુદિયાને બાદલને હરાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
