એક્ઝિટ પોલ પહેલા જ ખટ્ટરે કરી મોટી આગાહી, ભાજપને મળશે કેટલી બેઠકો?
Haryana Assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં 90 બેઠકો માટે સવારે 7 કલાકથી મતદાન ચાલી રહ્યું છે. પરિણામ 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ સાંજે સાડા છ કલાકે જાહેર થશે.
જોકે, એક્ઝિટ પોલ અને ચૂંટણી પરિણામો પહેલા જ ભાજપના દિગ્ગજ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, હરિયાણાની ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીને 2014ની ચૂંટણી કરતાં વધુ બેઠકો મળશે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, મનોહર લાલ ખટ્ટરે પ્રેમ નગર, કરનાલના બૂથ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, આ વખતે ભાજપ રાજ્યમાં 50થી વધુ બેઠકો જીતશે.
મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હજુ સુધી પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી શકી નથી. ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો. કોંગ્રેસના કાર્યકાળમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. છેલ્લા 10 વર્ષમાં હરિયાણામાં ઔદ્યોગિક વિકાસ થયો છે, દરેકને કામ મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, હરિયાણામાં ભાજપે વર્ષ 2014 અને 2019માં સરકાર બનાવી હતી. મનોહર લાલ ખટ્ટર અને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનવાની તક મળી છે.
2024ની ચૂંટણીમાં ભાજપ જીતની હેટ્રિક બનાવવા મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરવાની આશા રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, 15મી હરિયાણા વિધાનસભા માટે સવારે 7 થી સાંજે 6 કલાકે સુધી મતદાન થશે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો માટે 1031 ઉમેદવારો મેદાનમાં છે.
કુલ 2 કરોડ 03 લાખ 54 હજાર 350 મતદારો 20 હજાર 629 મતદાન મથકો પર મતદાન કરી શકશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોની 225 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 30 હજાર પોલીસકર્મી, 21 હજારથી વધુ હોમગાર્ડ, 11 હજાર એસપીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
હરિયાણામાં ચૂંટણી લડી રહેલા મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) - બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધન અને જનનાયક જનતા પાર્ટી (JJP) - આઝાદ સમાજ પાર્ટી (ASP) ગઠબંધનનો સમાવેશ થાય છે.
#WATCH करनाल: केंद्रीय मंत्री मनोहर लाल खट्टर ने कहा, "वे(कांग्रेस) अब तक अपने मुख्यमंत्री का चेहरा घोषित नहीं कर पाए, हमने मुख्यमंत्री का चेहरा घोषित किया... इनके(कांग्रेस) समय में भ्रष्टाचार का बोलबाला था...पिछले 10 साल में हरियाणा में औद्योगिक विकास हुआ है, सबको काम मिला… pic.twitter.com/dqtNepRvVS
— ANI_HindiNews (@AHindinews) October 5, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
