'મોદીએ અપાવ્યો વિશ્વાસ, 2002 જેવા રમખાણોનું પુનરાવર્તન નહી થવા દઉં'

વિશ્વનીય સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ જર્મનીના રાજદૂર માઇકલ સ્ટેનરના ચાણક્યપુરી સ્થિત આવાસમાં નરેન્દ્ર મોદીની સાથે સ્ટેનર ઉપરાંત યૂરોપીય દેશોના બધા રાજદૂતોએ એક મુલાકાત કરી હતી જે લગભગ બે કલાક સુધી ચાલી રહી. આ બેઠકમાં મળેલા સંકેત મુજબ યૂરોપીય સંધે નરેન્દ્ર મોદીનો બહિષ્કાર ખતમ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.
બેઠકમાં પૂર્ણ થયા બાદ નરેદ્ર મોદીએ બપોરનું ભોજન પણ સ્ટેનરના ઘરે જ કર્યું હતું અને આ દરમિયાન કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં થયેલા 2002ના રમખાણોમાં થયેલા સવાલોનો સામનો કરવો પડ્યો. નરેન્દ્ર મોદીના સહજતાભર્યા જવાબથી હાજર લોકો સંતુષ્ટ જોવા મળતા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ આ રાજનાયકોને પોતાના વિકાસ મોડલ તથા ભારતને લઇને દ્રષ્ટિકોણ વિશે જણાવ્યું હતું.
ગુજરાતમાં 2002ના કોમી રમખાણો બાદ નરેન્દ્ર મોદીની યૂરોપીય દેશોના રાજનાયકો સાથે આ પ્રકારની બેઠકને લઇને અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક મહિના પહેલાં ગાંધીનગરમાં બ્રિટિશ હાઈ કમિશનર સર જેમ્સ બેવને નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંકેત હતો કે યૂરોપીય સંઘે નરેન્દ્ર મોદીનો બહિષ્કાર ખતમ કરી દિધો છે.
રાજકિય સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેનર સાથે નરેન્દ્ર મોદીની અનૌપચારિકતા હતી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ગુજરાતની ચુંટણી જીત્યા છે. તે ભારત જેવા લોકશાહી દેશમાં એક પરાક્રમી નેતાના રૂપમાં સામે આવ્યા છે અને સંભવ છે કે આગામી લોકસભાની ચુંટણીમાં તે રાષ્ટ્રીય રાજકારણમાં આવે. આટલું બધુ જાણતાં હોવાછતાં અમે નરેન્દ્ર મોદીની અવગણના કરી શકીએ નહી. જે ક્રાવિન્હોએ નરેન્દ્ર મોદીના હવાલાથી ગુજરાતના રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીના આ વલણની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી એક મોટી રાજકીય હસ્તી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
