અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓનો સફાયો કરવાની તૈયારી કરી લીધી છે. એક પછી એક કરીને આતંકીઓનો ઘાટીમાં સફાયો કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓનો સફાયો કરવાની તૈયારી કરી લીધી છે. એક પછી એક કરીને આતંકીઓનો ઘાટીમાં સફાયો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સેનાને ખૂફિયા માહિતી મળી કે અનંતનાગના વઘામા વિસ્તારમાં બે આતંકી છૂપાયા હોઈ શકે છે ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ.

સુરક્ષાબળોએ થોડા કલાકોની અંદર જ બંને આતંકીઓને ઠાર માર્યા. જમ્મુ કાશ્મીરના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકીઓએ ત્રણ દિવસ પહેલા સીઆરપીએફના જવાન અને 5 વર્ષના બાળકની નિર્મમતાથી હત્યા કરી દીધી. સુરક્ષાબોએ બંને આતંકીઓને ઠાર માર્યા ગયા છે. અથડામણ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાબળો તરફથી વળતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે રસ્તા પરથી સવારથી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગયો હતો. આતંકીઓના માર્યા ગયા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર પોલિસ અને સેનાની સંયુક્ત કાર્યવાહીમાં વર્ષ 2020માં અત્યાર સુધી 116 આતંકીઓને ઠાર માર્યા છે. માત્ર જૂન મહિનામાં ઘાટીમાં 46 આતંકી માર્યા ગયા છે. સોમવારે સેનાએ અનંતનાગ વિસ્તારના ખુલછોહર વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, જેનાથી બે હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી હતા જ્યારે એક લશ્કર એ તૈયબાનો કમાંડર મસૂદ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
