એર ઈન્ડિયાની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ?
દુબઈથી અમૃતસર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, એક મુસાફરને તબીબી સહાયતાની તાત્કાલિક જરૂર હતી.
એરલાઇનના પ્રવક્તા અનુસાર, વિમાન મુસાફરોને લઈને સવારે 8.51 વાગ્યે દુબઈથી રવાના થયું હતું. એરક્રાફ્ટમાં સવાર એક મુસાફરને અચાનક મેડિકલ કોમ્પ્લીકેશન થતા કરાચીમાં બપોરે 12.30 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

લેન્ડિંગ બાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી. મુસાફરને સારવાર આપવામાં આવ્યા બાદ અને ટેક ઓફ કરવા ક્લીયર કર્યા બાદ પ્લેને કરાચીથી અમૃતસર માટે બપોરે 2.30 કલાકે ઉડાન ભરી.
આ પહેલા 27 સપ્ટેમ્બરે કારીપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ટેક ઓફ કર્યાના લગભગ એક કલાક બાદ કન્નુર તરફ ડાયવર્ટ કરાઈ હતી. અહીં પાયલોટે પ્લેનના કાર્ગો હોલ્ડમાં આગની ચેતવણી જોઈ હતી. તે સમયે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 176 લોકો સવાર હતા.
Air India Express Spokesperson says, "A guest on board our Dubai-Amritsar flight had a sudden medical complication inflight (on 14th October), and the crew opted to divert to Karachi, given that it was the closest location to provide immediate medical assistance. The flight… pic.twitter.com/ht04kSEZgm
— ANI (@ANI) October 15, 2023
આવી જ ઘટના જુલાઈમાં બની હતી. એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીને કારણે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેણે દમ તોડી દીધો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
