Electoral Bonds : ઈલેક્શન કમિશનને ઈલેક્ટરોલ બોન્ડના નવા ડેટા જારી કર્યા, જાણો શું છે તેમાં?
સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કર્યા બાદ ઈલેક્શન કમિશન અને એસબીઆઈ સાથે સાથે વિવિધ પાર્ટીઓની શાન ઠેકાણે આવી છે.
રવિવારે સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે SBI તરફથી ચૂંટણી બોન્ડ પર મળેલી નવી માહિતીને તેની વેબસાઇટ પર અપલોડ કરી છે. આ પહેલા ચૂંટણી પંચે 14 માર્ચે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી સાર્વજનિક કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ પર રિપોર્ટ મળ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે તેને સાર્વજનિક કરી દીધો છે. આ તે માહિતી છે જે રાજકીય પક્ષોએ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા તેમને મળેલા દાન વિશે સબમિટ કરી હતી. ચૂંટણી પંચે તેને તત્કાલીન કાયદા મુજબ ગોપનીય રાખીને સીલબંધ પરબીડિયામાં રાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે આ માહિતી કોર્ટને સોંપી દીધી હતી. હવે 15 માર્ચના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે આ સીલબંધ પરબિડીયું ચૂંટણી પંચને પાછું સોંપ્યું છે. આ પછી ચૂંટણી પંચે તેને સાર્વજનિક કર્યું છે.
ચૂંટણી પંચે આ ડેટા સીલબંધ એન્વલપમાં સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. ચૂંટણી પંચે આજે એક નિવેદનમાં જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટની રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઇવમાં ડિજિટલ રેકોર્ડ્સ સાથે ભૌતિક નકલો પરત કરી છે.
ભારતના ચૂંટણી પંચે આજે સુપ્રીમ પાસેથી ડિજિટલ સ્વરૂપમાં પ્રાપ્ત ડેટા પરત કર્યો છે. આયોગે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ડેટા જાહેર કર્યો છે.
જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટી ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને સૌથી મોટું લૂંટનું કાવતરું ગણાવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની કડકાઈ બાદ સ્ટેટ બેંકે 12 માર્ચે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા સોંપ્યો હતો, જ્યાંથી તે સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો હતો. કોર્ટે ચૂંટણી પંચને તેને અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
