અરવિંદ કેજરીવાલે સ્વીકાર્યું; દિલ્હીની ગાદી છોડવી ભૂલ હતી
નવી દિલ્હી, 11 એપ્રિલ : એક ઇન્ટરવ્યૂમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રથમવાર કબૂલ કર્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપવાનો તેમનો નિર્ણય ભૂલ ભરેલો હતો.
દિલ્હીની ગાદી પર માત્ર 49 દિવસ રાજ કરનારા અને બાદમાં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દેવા બદલ 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલ હવે પસ્તાવો થઇ રહ્યો છે. તેમણે આખરે સ્વીકાર્યું છે કે "તેમણે ખોટા સમયે રાજીનામું આપ્યું હતું. પાર્ટીએ બહુ જોશમાં ન આવી જતા યોગ્ય સમયે શાંતિથી સરકાર છોડવી જોઈતી હતી."

પંજાબના અમૃતસરમાં પાર્ટીના પ્રચાર માટે અમૃતસર શતાબ્દી એક્સપ્રેસમાં ઇકોનોમિક ટાઇમ્સ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું, સૈદ્ધાંતિક રીતે રાજીનામું આપવાના નિર્ણય પર તેમને કોઈ વસવસો નથી, પરંતુ તેઓ માને છે કે આ નિર્ણય આટલી જલદી નહોતો કરવો જોઇતો.
કેજરીવાલે અહીં કહ્યું કે, મને લાગે છે કે અમારે અમારા નિર્ણય વિશે લોકોને જણાવવા માટે જનસભાઓ કરવા માટે વધુ સમય લેવો જોઈતો હતો અને બાદમાં સરકાર છોડવી જોઈતી હતી. તુરંત જ સરકાર છોડી દેવાથી જનતા સાથેનો સંવાદ અધૂરો રહી ગયો, અને કોંગ્રેસે તેનો લાભ ઉઠાવી અમારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી.
લોકસભા ચૂંટણીમાં જીત મુદ્દે કેજરીવાલ ઘણા હકારાત્મક છે, તેમનું કહેવું છે કે ભાજપ 180થી ઓછી બેઠકો જીતશે અને 272ના આંકડાથી ઘણું પાછળ રહી જશે, જે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે જોખમી સાબિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
