આજે ચૂંટણી પંચની બેઠક, ચૂંટણીની તારીખો થઇ શકે છે જાહેર
ચૂંટણી પંચ શુક્રવારના રોજ સવારે 11 કલાકે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક કરશે. આ બેઠકમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે.
નવી દિલ્હી : ચૂંટણી પંચ શુક્રવારના રોજ સવારે 11 કલાકે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક કરશે. આ બેઠકમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. કમિશનના તમામ વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક સામાન્ય રીતે શુક્રવારના રોજ યોજવામાં આવે છે, પરંતુ આ બેઠકને પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને મહત્વની માનવામાં આવી રહી છે.

ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનર અને તમામ નાયબ ચૂંટણી કમિશનર હાજર રહેશે. આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ચૂંટણી પંચેપાંચેય રાજ્યોમાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

કડક હોય શકે છે કોરોના માર્ગદર્શિકા
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કમિશનરે કોરોના વાયરસને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વખતે કમિશન કોરોના ગાઈડલાઈન્સને વધુ કડક બનાવી શકે છે.

ખર્ચ મર્યાદા વધી
આ વખતે ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. આયોગે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ખર્ચને લઈનેઆ નિર્ણય લીધો છે.
વધતી મોંઘવારી અને રાજકીય પક્ષોની માગ બાદ રચાયેલી સમિતિની ભલામણના આધારે ચૂંટણી ખર્ચની મર્યાદા વધારવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી માટે ખર્ચ મર્યાદા વધી
મોટા રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે ખર્ચ મર્યાદા 70 થી વધારીને 95 લાખ કરવામાં આવી છે. દિલ્હી અને જમ્મુ-કાશ્મીર સિવાય બાકીના કેન્દ્રશાસિત પ્રદેશો અને નાનાપ્રદેશોમાં લોકસભા ચૂંટણી માટે ખર્ચ મર્યાદા 54 લાખથી વધારીને 75 લાખ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી માટે ખર્ચ મર્યાદામાં વધારો
મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારોને હવે 28 લાખને બદલે 40 લાખ સુધી ખર્ચ કરવાની સ્વતંત્રતા મળશે. કેન્દ્રશાસિત પ્રદેશો અને નાના રાજ્યોમાંખર્ચ મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 28 લાખ રૂપિયા કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
