કપિલ મિશ્રાના ‘ભારત વિ પાકિસ્તાન' ટ્ટવિટ પર ECએ લીધી એક્શન, ચૂંટણી પ્રચાર અટકાવ્યો
ભારત વિરુદ્ધ પાકિસ્તાન વિશે કરાયેલ કપિલ મિશ્રાના ટ્વિટ પર એક્શન લઈને ઈલેક્શન કમિશને તેમના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે. બધા પક્ષોના ઉમેદવારોમાં ચૂંટણી રેલીઓની હોડ લાગેલી છે. ચૂંટણીની ગરમી વચ્ચે મૉડલ ટાઉન સીટથી ભાજપ ઉમેદવાર કપિલ મિશ્રાને ચૂંટણી પંચથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન વિશે કરાયેલ કપિલ મિશ્રાના ટ્વિટ પર એક્શન લઈને ઈલેક્શન કમિશને તેમના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીની 70 વિધાનસભા સીટો પર ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનુ છે. મતદાન પહેલા બધા રાજકીય પક્ષો રેલીઓ અને ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીથી અલગ થઈને ભાજપનો પાલવ પકડનાર કપિલ મિશ્રાએ થોડા દિવસ પહેલા એક ટ્વિટ કર્યુ હતુ જેના માટે હવે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પંચે તેમના 'ભારત વિરુદ્ધ પાક સ્પર્ધા 8 ફેબ્રુઆરી'ના ટ્વિટ પર કાર્યવાહી કરીને ભાજપ નેતાના શનિવારે સાંજે 5 વાગ્યાથી શરૂ થતા 48 કલાકના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે.
#DelhiElections2020: The Election Commission, has banned BJP candidate Kapil Mishra from campaigning for 48 hours starting 5 pm today, for Mishra's 'India vs Pak contest on Feb 8' tweet (file pic) pic.twitter.com/WaHjdEUVAD
— ANI (@ANI) January 25, 2020
તમને જણાવી દઈએ કે ક્યારેક આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના ખૂબ જ નજીક રહેલા કપિલ મિશ્રાએ કરાવલ નગરથી ગઈ ચૂંટણાં જીત મેળવી હતી. પરંતુ ત્યારબાદ રાજકારણ એવુ ગરમાયુ કે કપિલે અરવિંદ કેજરીવાલ સામે મોરચો ખોલી દીધો. ભાજપનો પાલવ પકડનાર કપિલ મિશ્રાને પાર્ટીએ મૉડલ ટાઉન વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
