Eid-ul-Fitr 2024: કેરળમાં આજે ઈદ, સીએમ પિનારાઈ વિજયને શુભકામનાઓ આપીને કહી આ વાત
Eid-ul-Fitr 2024: દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની મુખ્ય મસ્જિદોએ જણાવ્યું હતું કે ઘણા ભારતીય મુસ્લિમો આજે 10 એપ્રિલે બીજા દિવસ માટે રોજો રાખશે કારણ કે ચાંદ દેખાયો નથી. જેના પરિણામે, દેશના મોટાભાગના ભાગોમાં ઈદ-ઉલ-ફિત્ર 11 એપ્રિલે ઉજવવામાં આવશે. પરંતુ કેરળમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સોશિયલ મીડિયા દ્વારા રાજ્યના રહેવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર કોમી સૌહાર્દનો સંદેશ આપતો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, "ઈદ-ઉલ-ફિત્ર જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક કરીને દ્રઢતા અને ધીરજની ઉજવણી કરે છે. પ્રતિગામી શક્તિઓ ધ્રુવીકરણ કરવા માટે સાંપ્રદાયિક નફરત ફેલાવી રહી છે માટે ચાલો કરુણા અને સંવાદિતાની ભાવનાને અપનાવીએ અને ઉજવણીમાં જોડાઈએ. ઈદ મુબારક."
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે કારણ કે અહીં ઈસ્લામિક મહિના શવ્વાલનો ચાંદ દેખાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ ગ્રાન્ડ મુફ્તી નાસિર-ઉલ-ઈસ્લામે મંગળવારે આની જાહેરાત કરી હતી. બુધવારે લદ્દાખમાં પણ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.
કેરળમાં મૌલવીઓએ મંગળવારે ચાંદ દેખાયો હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ, સૈયદ સાદિક અલી શિહાબ થંગલ, જિફરી મુથુકોયા થંગલ અને કાંથાપુરમ એ પી અબુબકર મુસલિયર જેવા અગ્રણી મૌલવીઓ દ્વારા રાજ્ય માટે ઈદની ઉજવણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ એશિયાના ઘણા ઈસ્લામિક દેશો 10 એપ્રિલના રોજ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુએઈ અને અન્ય દેશોમાં 9 એપ્રિલના રોજ શવ્વાલનો ચંદ્ર જોવા મળ્યો હતો. પાકિસ્તાનમાં 10 એપ્રિલે ઈદ મનાવવામાં આવશે.
શાહી જામા મસ્જિદ દિલ્હીના પૂર્વ ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે શવ્વાલનો ચાંદ જોવા મળ્યો નથી. બુખારીએ જાહેરાત કરી કે, "ઈદ ગુરુવાર, 11 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે." એ જ રીતે લખનૌની મરકાજી ચાંદ કમિટીએ આજે સાંજે ચાંદ ન દેખાતાં 11 એપ્રિલે ઈદ મનાવવાની પુષ્ટિ કરી છે.
#WATCH | Kerala CM Pinarayi Vijayan tweets, "Eid al-Fitr celebrates perseverance and endurance, uniting people from all walks of life. As regressive forces are spreading communal hatred to create polarisation, let’s embrace the spirit of compassion and harmony and join the… pic.twitter.com/kk6kZZLIlI
— ANI (@ANI) April 10, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
