ED summons Jacqueline Fernandez: જેકલીન ફર્નાંડીસ ફરીથી મુશ્કેલીમાં, EDએ પૂછપરછ માટે બોલાવી
ED summons Jacqueline Fernandez: ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. EDએ જેકલીનને 200 કરોડ રૂપિયાના PMLA કેસમાં પૂછપરછ માટે બોલાવી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલે EDને નવી માહિતી મળી છે, ત્યારબાદ ED તેમને આ મામલે પૂછપરછ માટે બોલાવી રહી છે. આરોપ છે કે જેકલીને સુકેશ ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ લીધી છે. સુકેશે ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી.

જેકલીન આ કેસમાં જામીન પર બહાર છે. EDએ સુકેશ અને જેકલીન સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે જેકલીનને મોંઘી ભેટ આપવામાં આવી હતી. જો કે, જેકલીનના વકીલ અમન નંદરજોગે EDના નવા સમન્સ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
આ મામલે જેકલીનની અગાઉ પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. જેકલીનનું નિવેદન 2021માં પણ નોંધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુકેશે દાવો કર્યો છે કે જેકલીન સાથે મિત્રતા થયા બાદ તેણે તેને કરોડો રૂપિયાની મોંઘી ગિફ્ટ આપી છે.
સુકેશે જેકલીનને ત્રણ ડિઝાઈનર બેગ, બે ગુચી જિમ આઉટફિટ્સ, લુઈસ વિટન શૂઝ, ડાયમંડ ઈયરિંગ્સ વગેરે ભેટમાં આપી હતી. રસપ્રદ વાત એ છે કે સુકેશે ગઈકાલે જ જેકલીનને એક પત્ર મોકલ્યો હતો. સુકેશે 3 પાનાના પત્રમાં જેકલીનના જન્મદિવસના 30 દિવસના કાઉન્ટડાઉનની જાહેરાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
