ED Raid : લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન સાથે જોડાયેલી 457 કરોડની સંપતિ જપ્ત કરી, EDની કડક કાર્યવાહી
ED Raid : પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન સામે મની લોન્ડરિંગ મામલે 457 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરવામાં આવી છે. સેન્ટિયાગો માર્ટિન પર કેરળમાં ગેરકાયદેસર રીતે લોટરી વેચીને સિક્કિમ સરકાર સાથે રૂપિયા 900 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોમવાના રોજ આ અંગે માહિતી આપવામાં આવી હતી. એજન્સીએ માર્ટિન અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કોઈમ્બતુર અને ચેન્નાઈમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ દરમિયાન કોઈમ્બતુરમાં 'ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' નામની કંપનીના સત્તાવાર પરિસરમાં 11 અને 12 મેના રોજ પણ રેડ કરવામાં આવી હતી. ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સિક્કિમ લોટરીઝની મુખ્ય વિતરક છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 2019 થી તેના ઓપરેટર માર્ટિનની તપાસ કરી રહી છે.
માર્ટિન તમિલનાડુમાં લોટરી કિંગ તરીકે ઓળખાય છે. મની લોન્ડરિંગ કેસ કેરળમાં સિક્કિમ સરકાર દ્વારા લોટરીના વેચાણને લગતા કથિત અપરાધો માટે માર્ટિન અને અન્યો સામે દાખલ કરવામાં આવેલી સીબીઆઈની ચાર્જશીટથી સંબંધિત છે.
એક નિવેદનમાં, EDએ આરોપ મૂક્યો છે કે, માર્ટિન અને તેની સહયોગી કંપનીઓ અને સંસ્થાઓએ 01 મે, 2009 થી 31 ઓગષ્ટ, 2010 દરમિયાન સિક્કિમ સરકારને ઇનામ વિજેતા ટિકિટોના દાવાઓ દ્વારા 910 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
