રાહુલ ગાંધીની બીજા દિવસે પણ ઈડીએ કરી 8 કલાક પૂછપરછ, આજે પણ થવાનુ છે હાજર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈડીએ આજે પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈડીએ આજે પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સતત ત્રીજો દિવસ હશે જ્યારે રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ મની લૉન્ડ્રીંગ કેસમાં પૂઠપરછ કરવામાં આવશે. મંગળવારે પણ રાહુલ ગાંધીની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી અને પછી તેમને તેમના ઘરે જવા દીધા. આ પહેલા સોમવારે રાહુલ ગાંધી પહેલી વાર ઈડી સામે હાજર થયા હતા. પહેલા દિવસે તેમની લગભગ 10 કલાક સુધી પૂછપરછ થઈ હતી.

મંગળવારે રાહુલ ગાંધીનુ શિડ્યુલ
તમને જણાવી દઈએ કે મંગળવારે રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે ED ઓફિસ પહોંચ્યા હતા. લગભગ સાડા અગિયાર વાગ્યે ED ઓફિસમાં તેમની પૂછપરછ શરૂ થઈ. લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાહુલ ગાંધી એક કલાક સુધી ઓફિસમાંથી નીકળી ગયા હતા. આ પછી તેઓ ફરીથી સાંજે 4.30 વાગ્યાની આસપાસ ED ઓફિસ પહોંચ્યા. અધિકારીઓને ટાંકીને પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પૂછપરછ અને નિવેદનો રેકોર્ડ કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.
અગાઉ રાહુલ ગાંધી કોંગ્રેસના મુખ્યાલયમાં એક 'ધરણા'માં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે જોડાયા હતા. જ્યાં રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો - અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ તેમજ પાર્ટીના સાંસદો પણ હાજર હતા. કોંગ્રેસના સેંકડો પદાધિકારીઓને 24, અકબર રોડ ખાતેના પાર્ટી હેડક્વાર્ટરની બહાર અને મધ્ય દિલ્હીની આસપાસ અટકાયતમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેઓએ બીજા દિવસે પણ EDની કાર્યવાહીનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ કેસી વેણુગોપાલ અને અધીર રંજન ચૌધરી તે પાર્ટીના નેતાઓમાં શામેલ હતા.
આ દરમિયાન લોકસભા સાંસદ મણિકમ ટાગોરે કહ્યુ કે તેમને અને પીએલ પુનિયા સહિત કેટલાક અન્ય લોકોને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલા અન્ય નેતાઓમાં રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રણજીત રંજન, જેબી માથેર, ઈમરાન પ્રતાપગઢી, યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવી અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વડા નીરજ કુંદનનો સમાવેશ થાય છે. ત્યાં સુધી કે તેમને માર પણ મારવામાં આવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
