ચૂંટણીની તારીખો જાહેર: 11 કરોડ મતદારો ઘડશે 5 રાજ્યોનું ભાગ્ય
નવી દિલ્હી, 4 ઓક્ટોબર: ચૂંટણી પંચે શુક્રવારે રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વર્ષના અંત થનારી વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરી દિધી છે. દિલ્હી ઉપરંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે યોજાવવાની છે. મુખ્ય ચૂંટણી અધિકારી વી.એસ સંપતે પ્રેસ કોન્ફરંસ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.
આ ચૂંટણીને આગામી વર્ષે એપ્રિલ-મે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાંની સેમીફાઇનલના રૂપમાં જોવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ વર્ષ 2003થી સત્તાની બહાર છે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે.
તો બીજી તરફ 1998થી દિલ્હીમાં સતત ત્રણ વખત ચૂંટણી જીતીને શીલા દીક્ષિતે સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી મહિલા મુખ્યમંત્રી તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. તેમને ચોથીવાર મુખ્યમંત્રી બનતાં રોકવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ) પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. અહી ભાજપ અશોક ગેહલોત સરકારને ચૂંટણીમાં પછાડીને સત્તામાં પરત ફરવા માંગે છે. મિઝોરમમાં પણ કોંગ્રેસના હાથમાં શાસન છે.
વધુ વિગત જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

ગુજરાત( પશ્વિમ સુરત)
16 નવેમ્બર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
18 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
28 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
4 ડિસેમ્બરે મતદાન
8 ડિસેમ્બરે મતગણતરી

છત્તીસગઢ
પ્રથમ તબકકો: 18 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્ર ભરવામાં આવશે
26 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
11 ડિસેમ્બરે મતદાન યોજાશે
બીજા તબક્કો: 19 નવેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન

મધ્યપ્રદેશ
1 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવામાં આવશે
8 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
9 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
11 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
26 નવેમ્બરના રોજ મતદાન થશે

રાજસ્થાન
5 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવામાં આવશે
12 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
13 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
16 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
1 ડિસેમ્બરના રોજ મતદાન થશે

દિલ્હી તથા મિઝોરમ
9 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવામાં આવશે
16 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
18 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
20 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
4 ડિસેમ્બરના રોજ મતદાન થશે

તમિલનાડુ (યેરકૌડ)
16 નવેમ્બર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
18 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
20 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
4 ડિસેમ્બરે મતદાન
8 ડિસેમ્બરે મતગણતરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
