Earthquake: ભારત સહિત 3 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી રહી તીવ્રતા
Earthquack News: 19 જુલાઈ 2025ના રોજ સવારે ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં, ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. NCS ના રિપોર્ટ મુજબ, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. જ્યારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિ.મી. ઊંડે હતું.
EQ of M: 3.3, On: 19/07/2025 00:02:44 IST, Lat: 30.51 N, Long: 79.33 E, Depth: 10 Km, Location: Chamoli, Uttarakhand.
— National Center for Seismology (@NCS_Earthquake) July 18, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/f5EM9Jy5iA
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી ભૂકંપ વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જિલ્લામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. અગાઉ, 8 જુલાઈએ ઉત્તરાખંડમાં પણ ભૂકંપ નોંધાયો હતો. ઉત્તરકાશીમાં આ ભૂકંપની તીવ્રતા 3.2 હોવાનું જાણવા મળ્યું હતું. NCSએ જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 1:07 વાગ્યે અનુભવાયો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.
અફઘાનિસ્તાનમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા
શનિવારે સવારે અફઘાનિસ્તાનમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ 1:26 વાગ્યે અનુભવાયો હતો. તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. બીજો ભૂકંપ 2:11 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. જોકે, તે પહેલા ભૂકંપ કરતા થોડો ઓછો તીવ્ર હતો. સતત બે ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મ્યાનમારમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયા
શનિવારે સવારે 3:26 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો. તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. તેની ઊંડાઈ 105 કિમી હતી. અહીં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આના એક દિવસ પહેલા, શુક્રવારે, મ્યાનમારમાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેની ઊંડાઈ 80 કિમી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
