ભારત-મ્યાનમાર બૉર્ડર પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા, તીવ્રતા 6.1
મ્યાનમાર અને ભારતની સીમા પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે.
નવી દિલ્લીઃ મ્યાનમાર અને ભારતની સીમા પર ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવ્યા છે. ભૂકંપના ઝટકા બાંગ્લાદેશના ચિટગાંવ અને કોલકત્તામાં અનુભવાયા છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલૉજી સેન્ટરના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે ચિટગાંવમાં ખૂબ તેજ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આનુ કેન્દ્ર 184 કિલોમીટર દૂર પશ્ચિમમાં હતુ. વળી, મિઝોરમના થેંજાલમાં પણ તેજ ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર અહીં ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવ્યા છે. અહીં ભૂકંપના ઝટકા સવારે 5.15 વાગે નોંધવામાં આવ્યા છે.

જો કે ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના ઝટકા બાંગ્લાદેશમાં પણ અનુભવાયા. બાંગ્લાદેશ સાથે જ પશ્ચિમ બંગાળ અને મિઝોરમમાં પણ આ ઝટકા અનુભવાયા. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મિઝોરમના થેંજોલથી 73 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સવારે 5.15 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
