India Earthquake : ભારતમાં ગમે ત્યારે આવી શકે છે ભૂકંપ, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
India Earthquake : ભારત ધરતીકંપ એક પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેમીના દરે ખસી રહી છે. જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે.
India Earthquake : તુર્કીએ અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે તબાહી મચી ગઇ છે. આ પહેલા ઉત્તરકાશીમાં ભૂકંપને કારણે તિરાડોને કારણે ભારતના ભૂસ્તરશાસ્ત્રીઓ સાવચેત થઇ ગયા છે. હૈદરાબાદ આવેલા NGRIના મુખ્ય વૈજ્ઞાનિકના મત અનુસાર ભારતીય પ્લેટ ખસવાને કારણે હિમાલય વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી રહ્યું છે.

5 સેમીના દરે ખસે છે પ્લેટ
એક પ્રસિદ્ધ હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેમીના દરે શિફ્ટ થઈ રહી છે.જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં ભૂકંપનું જોખમ વધવાની સંભાવના છે.

આગળ વધી રહી છે ભારતીય પ્લેટ
21 ફેબ્રુઆરીના રોજ, સિસ્મોલોજિસ્ટ અને હૈદરાબાદ સ્થિત જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એનપૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, પૃથ્વીનો બહારનો ભાગ અલગ-અલગ પ્લેટોથી બનેલો છે અને તે સતત ફરતા રહે છે. ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેમી આગળ વધી રહી છે. જેના કારણે હિમાલયમાં તણાવ વધી રહ્યો છે અને ભૂકંપનો ખતરો વધી રહ્યો છે.

આ વિસ્તાર સંવેદનશીલ છે
વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અમારી પાસે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનનું મજબૂત નેટવર્ક છે. ઉત્તરાખંડ સહિત, આ વિસ્તાર હિમાચલ અનેનેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખાય છે.
આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને અહીં ગમે ત્યારે ભૂકંપઆવી શકે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ની માહિતી અનુસાર, 20 ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી 56 કિમીઉત્તરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

હિમાચલમાં ભૂકંપ નોંધાયો
NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ હતું. NCSએ જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 10.38 કલાકે હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી 56 કિમી ઉત્તરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. 19 ફેબ્રુઆરીના રોજ આંધ્રપ્રદેશના નંદીગામમાં પણ ભૂકંપ નોંધાયો હતો. જેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
