DY Chandrachud Retiremant : આ નિર્ણયો માટે ડીવાય ચંદ્રચુડને હંમેશા યાદ રખાશે, જાણો સૌથી વિવાદાસ્પદ નિર્ણય
DY Chandrachud Retiremant : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદેથી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ રિટાયર થયા છે. તેમના આવવાથી લઈને રિટાયર થવા સુધી તેમણે ઘણા મહત્વના આદેશ આપ્યા છે.
જસ્ટિસ ચંદ્રચુડને કપરા સમયમાં સરકાર વિરોધી નિર્ણયો માટે તો ક્યારેક નરેન્દ્ર મોદી સાથે નજદીકી સંબંધોને લઈને પણ યાદ કરવામાં આવે છે. આજે આપણે તેમના કેટલાક સૌથી ચર્ચિત આદેશો વિશે વાત કરવાના છીએ.

રામ જન્મભૂમિ કેસ
2019માં ચંદ્રચુડ સહિત પાંચ જજોની બેન્ચે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ સર્વસંમત નિર્ણય મહત્વપૂર્ણ હતો, જેણે 500 વર્ષના ઇતિહાસને બદલી નાખ્યો. આ નિર્ણય પછી મંદિરનું નિર્માણ શરૂ થયું અને 22 જાન્યુઆરીએ ખુલ્લુ મુકાયુ.
સમલૈંગિક વિવાદ મુદ્દે ચુકાદો
ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માંગ પર પણ સુનાવણી કરી.તેમણે એવું કહીને મંજૂરી આપવાનું ટાળ્યું હતું કે આવા નિર્ણયો સંસદ પર છોડવા જોઈએ. તેમણે કહ્યું કે સામાજિક ફેરફારો માટે ભવિષ્યમાં કાયદાકીય પગલાંની જરૂર પડી શકે છે.
કલમ 370 અને ચૂંટણી બોન્ડ
ચંદ્રચુડના નેતૃત્વમાં કલમ 370 હટાવવા મુદ્દે વ્યાપક સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે તેને બંધારણીય ગણીને તેને યોગ્ય ગણાવ્યુ. ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે ન્યાયાધીશોએ તેમનો ચુકાદો આપતી વખતે બંધારણીય અને કાયદાકીય માળખાનું ચુસ્તપણે પાલન કર્યું છે.
ઈલેક્શન બોન્ડ
ચંદ્રચુડની કાર્યકાળનો સૌથી ચર્ચિત મુદ્દો ઈલેક્શન બોન્ડ રહ્યો છે. તેમની બેન્ચે રાજકીય પક્ષોને નાણાં આપવા માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણી બોન્ડના મુદ્દા પર વિચાર અને પુરી સિસ્ટમને અપારદર્શિ ગણાવીને રદ્દ કરી દીધી. આનાથી બીજેપીએ કરોડો રૂપિયા ગેરકાયદે ભેગા કર્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
ધાર્મિક પરિવર્તન અને સબરીમાલા મંદિર ચુકાદો
કેરળ હદિયા લગ્ન કેસમાં ન્યાયમૂર્તિ ચંદ્રચુડે ધાર્મિક પરિવર્તન અને લગ્નની પસંદગી અંગે પુખ્ત વયના લોકો માટે ગોપનીયતાના અધિકારને સમર્થન આપ્યું હતું. કોર્ટે કહ્યું કે પુખ્ત મહિલાને તેના વૈવાહિક નિર્ણયો અને ધાર્મિક માન્યતાઓ મુદ્દે આઝાદ છે.
તેઓ એ બેંચનો ભાગ હતો જેણે કેરળના સબરીમાલા મંદિરમાં માસિક દરમિયાન મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ફગાવી દીધો. તેમણે આવા પ્રતિબંધોને ગેરબંધારણીય ગણાવ્યા અને આવી પ્રથાઓને પ્રતિબંધિત કરતી અનેક બંધારણીય કલમોનો ઉલ્લેખ પણ કર્યો.
કોલેજિયમ સિસ્ટમ
ડીવાય ચંદ્રચુડે નેશનલ જ્યુડિશિયલ કમિશન વિરુદ્ધ કોલેજિયમની ચર્ચામાં મહત્વની સમજ આપી હતી. તેમણે કૉલેજિયમ સિસ્ટમની પારદર્શિતાનો બચાવ કર્યો, સુપ્રીમ કોર્ટમાં ભલામણો માટે ન્યાયાધીશોની કારકિર્દીનું મૂલ્યાંકન કરતી વખતે તેની નિખાલસતા જાળવવા માટે લેવાયેલા પગલાંને પ્રકાશિત કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
