મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજા માટે આપી મંજૂરી, આ નિયમોનુ કરવુ પડશે પાલન
કોરોનાથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાંથી એક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીઓ દૂર્ગા પૂજા માટે મોટો નિર્ણય લીધો છે.
કોલકત્તાઃ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ થમવાનુ નામ નથી લઈ રહ્યો. વળી, કોરોનાથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાંથી એક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીઓ દૂર્ગા પૂજા માટે મોટો નિર્ણય લીધો છે. સીએમ મમતા બેનર્જીએ બંગાળના મુખ્ય તહેવાર દૂર્ગા પૂજા પંડાલોમાં કરવાની મંજૂરી આપી દીધી છે પરંતુ આ સાથે જ રાજ્ય સરકારે આના માટે અમુક નિયમો નિર્ધારિત કર્યા છે જેનો કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરવુ પડશે.

દૂર્ગા પૂજા કરવાની મજૂરી અમુક કડક નિયમો અને શરતો સાથે આપી
તમને જણાવી દઈએ કે આ વખતે શારદીય નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. અધિક માસ હોવાના કારણે આ વખતે મા દૂર્ગાનો ઉત્સવ પિતૃપક્ષ ખતમ થયાના એક મહિના પછી શરૂ થશે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે દૂર્ગા ઉત્સવ પર ભવ્ય આયોજન નહિ થાય. વળી, બંગાળના મુખ્ય તહેવાર નવરાત્રિ અને દશેરાના અવસર પર પશ્ચિમ બંગાળ સરકારે દૂર્ગા પૂજા કરવાની મંજૂરી અમુક કડક નિયમો અને શરતો સાથે આપી છે.

આ નિયમોનુ કરવુ પડશે પાલન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ રાજ્યમાં દૂર્ગા પૂજાની મંજૂરી આપવા સાથે જ અમુક નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત દૂર્ગા પૂજા દરમિયાન પંડાલને ચારે તરફથી ખોલવો અનિવાર્ય રહેશે. એટલે કે ચારે તરફથી પંડાલ બંધ નહિ થાય. પંડાલ પર માત્ર છત હશે. વળી, દરેક પંડાલમાં સેનિટાઈઝરને પ્રવેશ દ્વાર પર રાખવુ અનિવાર્ય રહેશે. કોરોના સંક્રમણથી બચવા માટે દરેકે આયોજનમાં માસ્ક પહેરવુ જરૂરી છે. આ સાથે જ દૂર્ગા પૂજા પંડાલોમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારના આ આદેશ અનુસાર દૂર્ગા પૂજા પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની મંજૂરી આપવામાં આવી નથી.

દૂર્ગા પૂજા સમિતાઓને 50,000 રૂપિયા આપશે મમતા સરકાર
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દૂર્ગા પૂજા સમિતિઓને રાજ્ય સરકારથી અનુદાન તરીતે પ્રત્યેકને 50,000 રૂપિયા આપવાનુ એલાન કર્યુ છે. આ સાથે જ દૂર્ગા પૂજા પહેલા 80,000 ફેરીવાળાને 2000 રૂપિયાનુ અનુદાન આપવાનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ વખતે 17થી 25 ઓક્ટોબર સુધી નવરાત્રિ રહેશે અને 26 ઓક્ટોબરે દશેરા મનાવવામાં આવશે જ્યારે 14 નવેમ્બરે દિવાળી મનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે એમપીની શિવરાજ સરકારે પણ અમુક ગાઈડલાઈન્સ સાથે દૂર્ગા ઉત્સવનુ આયોજન કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ દરમિયાન બધાએ કડકપણે દિશા-નિર્દેશોનુ પાલન કરવાનુ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
