હવે સેનાના જવાન રહેશે વધુ સુરક્ષિત, DRDOએ તૈયાર કર્યુ ઓછા વજનવાળુ બુલેટ પ્રૂફ જેકેટ
ડીઆરડીઓએ જવાનો માટે એક ખાસ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં સફળતા મેળવી છે.
નવી દિલ્લીઃ છેલ્લા 11 મહિનાથી લદ્દાખમાં ભારતનો ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન પણ કાશ્મીર ઘાટીમાં શાંતિ ભંગ કરવાની કોશિશમાં લાગેલુ રહે છે. આ કારણે ભારત પોતાની સુરક્ષા તૈયારીઓ મજબૂત કરી રહ્યુ છે. સાથે જ બીજા દેશો પર નિર્ભરતા ખતમ કરવાની કોશિશ છે. આના માટે આત્મનિર્ભર ભારત પર પૂરુ ફોકસ કરવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન ડીઆરડીઓએ જવાનો માટે એક ખાસ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં સફળતા મેળવી છે. જેનાથી જવાન સુરક્ષિત રીકે દુશ્મનો સામે લડી શકે છે.

ડીઆરડીઓની લેબોરેટરીએ ડિફેન્સ એન્ડ સ્ટોર્સ રિસર્ચ(DMSRDE) સાથે એક ઓછા વજનવાળી બુલેટ પ્રૂફ જેકેટ તૈયાર કર્યુ છે જે માત્ર 9 કિલોગ્રામનુ છે. આ જેકેટ ભારતીય સેનાના ગુણાત્મક જરૂરિયાતોને દરેક રીતે પૂરી કરે છે. આ જેકેટના ફ્રંટ હાર્ડ આર્મર પેનલનો ટેસ્ટ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી ચંદીગઢમાં કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યુ કે આ બીઆઈએસ માનકોને પૂરા કરે છે. વળી, ટેકનિકની મદદથી વૈજ્ઞાનિકોએ આ બીપીજેનુ વજન 10.4 કિલોગ્રામથી ઘટાડીને 9 કિલોગ્રામ કરી દીધુ છે. જેનાથી જવાન તેને સરળતાથી પહેરી શકે છે.
માર્ચમાં આઈએનએસ કરંજ જંગીના ભારતીય નૌકાદળમાં શામેલ થયા બાદ ડીઆરડીઓએ એક મોટી સફળતા મેળવી હતી જ્યાં તેણે એર ઈંડિપેન્ડન્ટ પ્રોપલ્શન(એઆઈપી) ટેકનોલૉજીનો અંતિમ ટેસ્ટ પૂરો કરી લીધો. ભારતીય સબમરીનને વધુ ઘાતક બનાવવાની દિશામાં તેને ખૂબ મોટી સફળતા માનવામાં આવી રહી છે કારણકે દુનિયાના અમુક વિકસિત દેશો પાસે જ હજુ આ ટેકનોલૉજી છે. આ ટેકનોલૉજીથી સબમરીનમાં તો વધુ અવાજ થશે અને ના દુશ્મનને તેની જલ્દી ભનક લાગશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
